Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

''૨૦૧૯ વીમેન ઓફ કલર STEM'': અમેરિકામાં ૩ ઓકટો.થી ૫ ઓકટો. દરમિયાન ડેટ્રોઇટ મુકામે યોજાનારી કોન્ફરન્સઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મોનિકા પાનપલિયા તથા સુશ્રી મનાલી સપ્રેને એવોર્ડ આપી સન્માનિત કરાશે

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૩ ઓકટો.થી ૫ ઓકટો.૨૦૧૯ દરમિયાન ડેટ્રોઇટ મેરીઓટ મુકામે યોજાનારી ''૨૦૧૯ વીમેન ઓફ કલર STEM કોન્ફરન્સમાં ર ઇન્ડિયન અમેરિકન મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

સરકારી અથવા ઔદ્યોગિક કંપનીઓમાં વિશિષ્ટ યોગદાન આપી કંપની તથા કોમ્યુનીટીને પ્રોત્સાહિત કરવા બદલ ૫૦ મહિલાઓને અપાનારા એવોર્ડમાં પસંદ થયેલ ર ઇન્ડિયન અમેરિકન મહિલાઓમાં સુશ્રી મોનિકા પાનપલિયા તથા સુશ્રી મનાલી સાપ્રેનો સમાવેશ થાય છે.

સુશ્રી મોનિકા બોઇંગ કંપનીમાં ડીજીટલ કોમન સર્વિસીઝ ડિરેકટર છે. જેઓને ''ડાઇવરસીટી લીડરશીપ-ગવર્મેન્ટ'' એવોર્ડ અપાશે. તથા કિવકન લોન્સ ડીરેકટર સુશ્રી મનાલીને પ્રેસિડન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે.

(8:29 pm IST)