Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

''બિહેવરીઅલ હેલ્થ ચેમ્પીયન ૨૦૧૯'': વોશીંગ્ટન સ્ટેટ સેેનેટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માનકા ધીંગરાને અપાયેલું બિરૂદ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં વોશીંગ્ટન સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી માનકા ધીંગરાને ''બિહેવરીયલ હેલ્થ ચેમ્પીઅન ૨૦૧૯'' બિરૂદથી નવાજવામાં આવ્યા છે.

નેશનલ એલાયન્સ ઓન મેન્ટલ હેલ્થ વોશીંગ્ટન બ્રાંચ દ્વારા તેમને ઉપરોકત બિરૂદ આપવામાં આવ્યું છે. તેઓને સેનેટની બિહેરીયલ હેલ્થ સબકમિટીના ચેરના નાતે કરેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઇ બિરદાવાયા છે. તેમની જહેમતથી સ્ટેટના માનસિક રોગના દર્દીઓમાં ઘટાડો થશે તેવી અપેક્ષા વ્યકત કરાઇ છે.

(7:09 pm IST)