Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

અમેરિકાની MERGE4 નામક કંપનીએ ભગવાન ગણેશના ફોટાવાળા મોજા બજારમાં મુકયાઃ હિન્દુઓના ભારે વિરોધના પગલે તુરત જ જાહેરાત પાછી ખેંચી લઇ માફી માંગી

કેલિફોર્નિયાઃ અમેરિકામાં કેલિફોર્નિયાના સાન્તાક્રુઝમાં આવેલી મોજા બનાવતી કંપની MERGE4એ ભગવાન ગણેશના ફોટાવાળા મોજા બજારમાં મુકતાની સાથે જ ભારે વિરોધ થતાં તેણેે વેબસાઇટ ઉપરથી જાહેરાત પાછી ખેંચી લીધી છે તેમજ વેચવા માટે મુકાયેલા મોજા પણ પાછા લઇ લેવાનું આયોજન કર્યુ છે. તથા આ માટે માફી માંગી છે એટલું જ નહીં તેઓનો ઇરાદો કોઇની લાગણી દુઃભાવવાનો નહોતો. તેવી સ્પષ્ટતા પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે હિંદુ પ્રવકતા શ્રી રાજેન ઝેડએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો જેના પરિણામે કંપનીએ મોજા પરત ખેંચવાની ફરજ પડી હતી. આ મોજા ૨૦ થી ૧૧ ડોલરની કિંમતે વેચવા માટે મુકાયા હતા.

(7:08 pm IST)