Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

પાકિસ્તાનમાં " રાષ્ટ્રીય લઘુમતી દિવસ ઉજવાયો : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને જબરદસ્તી ધર્મ પરિવર્તનને ગેરકાયદે ગણાવ્યું : કરતારપુર કોરિડોરના નિર્માણ માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં " રાષ્ટ્રીય લઘુમતી દિવસની ઉજવણી પ્રસંગે સોમવારે  પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને જણાવ્યું હતું કે જબરદસ્તી ધર્મ પરિવર્તનન ગેરકાયદે છે. જે લોકો આ કાર્યમાં જોડાયેલા છે, તે લોકો મુસ્લિમ ઈતિહાસથી અજાણ છે. મોહમ્મદ પેગમ્બર સાહેબે  લઘુમતીઓને ધાર્મિક સ્વતંત્રતા આપવાની સાથે  તેમના ધાર્મિક સ્થળોને  સુરક્ષા આપી હતી. કુરાન  કહે છે કે, કોઈ પણ  ધર્મના પાલનમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ.

 ગુરુ નાનક દેવની 550મી જયંતીના અવસરે પણ  તેના નિર્માણ માટે સરકાર  સંપૂર્ણપણે કટિબધ્ધ છે.તેવું તેમણે ઉમેર્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)