Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

'' ભગવાનનો જન્મ ધર્મની સ્થાપના અર્થે થાય છે'' BAPS સ્વામિનારાયણ મંદિર કેલિફોર્નિયા-ચીનો હિલ્સ ખાતે ઉજવાયેલ શ્રી હરી જયંતિ તથા રામનવમી ઉત્સવ નિમિતે સંતશ્રી યોગેન્દ્ર સ્વામીનું પ્રવચન : સ્તુતિ, નૃત્ય, કિર્તન, સમુહ આરતી તથા મહાપ્રસાદના આયોજનો કરાયા

કેલિફોર્નિયાઃ  કેલિફોર્નિયા-ચીનો હિલ્સ, BAPS સ્વામિનારાયણ મંદિર યોજીત ઓરેન્જ કાઉન્ટીની પરા સભાના સંયોજકો દ્વારા શ્રી હરી જયંતી તથા શ્રી રામનવમીનો સામૈયો ખૂબજ ઉત્સાહ પૂર્વક યોજાઈ ગયો... યોગેશ રાજ,અંકીત પટેલ,અશ્વિન પટેલ,હર્ષદ પરમાર,વિપુલ પટેલ,દીપેશ પટેલની અથાગ મહેનત અને ભગવાન સ્વામિનારાયણના આશિર્વાદ થી હૅરીટેજ પાર્ક,અરવાઈનમાં અંદાજે ૩૦૦ થી વધુ ભક્તોની હાજરીમાં શ્રી હરી જયંતી તથા શ્રી રામનવમીનો સંયુક્ત સામૈયો ભક્તિભાવ પૂર્વક ઉજવાયો...

           આ નિમિત્તે સંતશ્રી યોગેન્દ્ર સ્વામી તથા સંતશ્રી  જ્ઞાનમૂનિ સ્વામીની ઉપસ્થિતિએ પ્રસંગની શોભા વધારી હતી... શ્રી યોગેન્દ્ર સ્વામીએ તેમના પ્રાસંગીક ઉદ્દબોધનમાં જણાવ્યું કે આજે બન્ને ભગવાનની જન્મ જયંતી સાથે મનાવવાનો અનેરો સંયોગ આપણને પ્રાપ્ત થયો છે ત્યારે બન્ને મહાન વિભૂતીના અવતરણનો હેતું સમજીને તેને જીવનમાં ઉતારીને જીવનને સાર્થક બનાવીને પ્રભુ શરણમાં જવું જરૂરી છે... વધુમાં જણાવ્યું હતું કે રામાયણ આપણને જીવન જીવવાની કળા શિખવે છે. રામચંદ્રજીના જીવનથી એ શિખવા મળે છે કે Always go for what is right '' હંમેશા સત્યને અનુંસરો '' ભગવાનનો જન્મ ધર્મની સ્થાપના અર્થે થાય છે . આ ધર્મ કે જેના ચાર અંગ ... ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય, અને ભક્તિનું પોષણ થાય તેના માટે પ્રગટ સ્વરૂપ થાય છે. આમ વિવિધ દ્ષ્ટાંતો દ્વારા હરિ જયંતી-રામનવમી ને જ્ઞાનરૂપી દીપકથી ઉજાગર કરી સૌનામાં ચૈતન્યની ભાવના પ્રગટાવી હતી.

          બાળ કલાકારો પ્રીતેશ,પ્રિયાવ્રત,તથાસ્તુ,અંશ,રૂશિલ,સમરથ,ધ્રુવ પટેલ અને ધ્રુવ વઘાશીયા દ્વારા શ્રી રામચંદ્ર જન્મને વધાવતી સ્તુસ્તિ '' જય રઘુનંદન,દશરથ નંદનના નૃત્ય દ્વારા સૌના મન મોહી લીધા હતાં... સત્સંગ ભજન ગ્રુપના સભ્યો શ્રી કેયુર મારુ,રવિ મારુ,સિધ્ધાર્થ પાથક દ્વારા ગવાયેલ ભજનોથી ભાવિકો રસતરબોળ થયાં

         UAE માં તાજેતરમાં શ્રી મહંત સ્વામિ દ્વારા કરાયેલ હિન્દુ મંદિરના ભૂમિપુજનને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું... સમૂહ આરતી બાદ મહાપ્રસાદ આરોગીને સૌ પુનઃ પરા સભામાં મળવાની ઉષ્કંઠા સાથે વિદાય થયા...

તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ અને તસ્વીર શ્રી કાન્તિભાઇ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્રારા જાણવા મળે છે.

(9:48 pm IST)