Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

''કિવઝ બાઉલ ચેમ્પીયનશીપ'' : અમેરિકાના શિકાગોમાં મિડલ સ્કુલ સ્ટુડન્ટસ માટે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના પ્રથમ ત્રણે વિજેતાઓ તરીકે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ : પ્રથમ ક્રમે ૬ઠ્ઠા ગ્રેડમાં અભ્યાસ કરતો ૧૧ વર્ષીય ટેણિયો આરિન પાર્સા

 શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં ૭ એપ્રિલ ર૦૧૯ ના રોજ યોજાઇ ગયેલ રાષ્ટ્રીય કક્ષાની ''કિવઝ બાઉલ ચેમ્પીયનશીપ '' માં પ્રથમ ત્રણે વિજેતાઓ તરીકે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યુ છે.

         '' નેશનલ એકેડેમિક કિવઝ ટુર્નામેન્ટ ( NAQT)   ના ઉપક્રમે દર વર્ષે  યોજાતી કિવઝ બાઉલ ચેમ્પીયનશીપ અંતર્ગત આ વર્ષે મિડલ સ્કુલ, હાઇસ્કુલ, કોમ્યુનીટી કોલેજ તથા કોલેજ નેશનલ કિવઝ બાઉલ ચેમ્પીયનશીપમાં સૌપ્રથમવાર વ્યકિતગત પ્લેયર ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેમાં સમગ્ર દેશના જુદા જુદા સ્ટેટમાંથી આવેલા મિડલ સ્કુલના ૮પ સ્પર્ધક પ્રતિનિધીઓ પૈકી પ્રથમ ત્રણે વિજેતાઓ તરીકે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યુ  છે.

         આ ત્રણે વિજેતાઓ પૈકી પ્રથમ વિજેતા તરીકે સાન જોસ કેલિફોર્નિયામા ૬ઠ્ઠા ગ્રેડમાં  અભ્યાસ કરતા ૧૧ વર્ષીય    સ્ટુડન્ટસ આરિન પાર્સા, દ્વિતીય વિજેતા તરીકે  શિકાગોમાં સાતમાં ગ્રેડમાં અભ્યાસ કરતાં રોહન ગણેશન તથા તૃતિય વિજેતા તરીકે સાન જોસમાં  ૮માં ગ્રેડમાં અભ્યાસ કરતા પરિક્ષીત ક્રિષ્નાએ સ્થાન મેળવ્યુ છે.

         સ્પર્ધાના સાયન્સ તથા મેથ્સ, હિસ્ટરી, જયોગ્રાફી, લિટરેચર, ફાઇન આર્ટસ , પોપ કલ્ચર, સ્પોર્ટસ, સોશ્યલ સાયન્સ  તથા ફિલોસોફી તથા વર્તમાન બનાવો વિષયક જુદી જુદી ચેમ્પીયનશીપનું આયોજન કરાયુ હતુ.

(8:50 pm IST)