Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભારતીય મૂળના હિન્દુ પતિ અને મુસ્લિમ પત્નીના લગ્ન જીવનથી થયેલ સંતાનને બર્થ સર્ટિ. આપવાનો UAE સરકારને ઇન્કારઃ ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપથી અપવાદરૂપે સર્ટિફિકેટ આપવા કોર્ટનો આદેશ

અબુધાબીઃ યુ.એ.ઇ.ના નાગરિક શારજાહ સ્થિત ભારતના કેરળના વતની કિરણ બાબુ તથા સનમ બાબુ સિદીકીએ ૨૦૧૬ની સાલમાં કેરળમાં લગ્ન કર્યા હતા. આ હિન્દુ પતિ તથા મુસ્લિમ પત્નીના લગ્ન જીવનથી ૨૦૧૮ની સાલમાં તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ અમિરાતના કાયદા મુજબ મુસ્લિમ પુરૂષ હિન્દુ કે વિધર્મી મહિલા સાથે લગ્ન કરી શકે છે. પરંતુ મુસ્લિમ મહિલા હિન્દુ કે વિધર્મી પુરૂષ સાથે લગ્ન કરી શકતી ન હોવાથી આ દંપતિની પુત્રને જન્મનું સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરાયો હતો.

આ અંગે ભારતીય દૂતાવાસ સમક્ષ રજુઆત કરાતા તેઓની પુત્રીને ૧૪ એપ્રિલ ૨૦૧૯ના  રોજ કોર્ટએ અપવાદ ગણી જન્મનું સર્ટિફિકેટ આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.    

(8:57 pm IST)