Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

દક્ષિણ આફ્રિકામાં કાર અકસ્‍માતે ગુજરાતના વહોરા યુવાન સમસુદીન ઐયુબ વલીનું કરૂણ મોતઃ છેલ્લા ૨૫ વર્ષથી આફ્રિકામાં સ્‍થાયી થયેલ યુવાનની કાર કન્‍ટેનર સાથે ટકરાતા કમાકમાટીભર્યુ મોત

જોહનીસ બર્ગઃ દક્ષિણ આફ્રિકામાં કાર અકસ્‍માતના કારણે ગુજરાતના ભરૂચ તાલુકાના મનુબર ગામના વતની વહોરા પટેલ યુવાન ૪૩ વર્ષીય સમસુદીન ઐયુબ વલી નવગજા ઊર્ફે લાલાનું કરૂણ મોત થયું છે.

છેલ્લા ૨૫ વર્ષથી આફ્રિકામાં સ્‍થાયી થયેલા અને પોતાના વ્‍યવસાય સાથે સંકળાયેલા આ યુવાનના મોત અંગે જાણવા મળતી વિગત મુજબ તે કોઇક કામ અંડો જોહાનીસ બર્ગ ગયો હતો. ત્‍યાંથી પોતાના રહેણાંક સવાજીલેન્‍ડના સાંગા ટાઉન ખાતે પરત ફરી રહ્યો હતો ત્‍યારે બીનોની ટાઉન નજીક તેની કાર ધડાકાભેર કન્‍ટેનર સાથે ભટકાતા કારનો ખુડદો બોલી ગયો હતો. અને યુવાન સમસુદીનનું કરૂણ મૃત્‍યુ થયું હતું.

આ આશાસ્‍પદ યુવાનના અણધાર્યા મોતને કારણે વતન મનુબર તથા આજુબાજુના વિસ્‍તારોમાં વસતા વહોરા કોમના લોકો સમસુદીનના પરિવારને લાગેલા આઘાત અંગે આશ્વાસન આપવા સમસુદીનના પિતા પાસે ગયા હતા.જેઓ પાંચ વર્ષ સુધી મનુબર ગામના સરપંચ  પણ રહી ચૂક્‍યા છે. મૃતક યુવાન તેની પાછળ પત્‍ની,સંતાનો, તથા પરિવારને વિલાપ કરતા છોડી ગયો છે. તેવું જાણવા મળે છે.

(9:17 pm IST)