Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

2019-20 ની સાલમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો સૌથી આગળ : કુલ 2 લાખ ઉપરાંત વિદેશીઓને મળેલા નાગરિકત્વ પૈકી ભારતીયોની સંખ્યા 38 હજાર ઉપર

મેલબર્ન : 2019-20 ની સાલમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો સૌથી આગળ રહ્યા છે.આ સાલમાં  કુલ 2 લાખ ઉપરાંત વિદેશીઓને મળેલા નાગરિકત્વ પૈકી ભારતીયોની સંખ્યા 38209 છે.જયારે બ્રિટનથી આવેલા નાગરિકોની સંખ્યા 25011 ,ચીનના 14764 ,તથા પાકિસ્તાનના 8821 નાગરિકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના નાગરિક પ્રવાસ મંત્રીએ જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મળવું તે સૌભાગ્યની વાત છે.અહીંના નાગરિકને કર્તવ્ય અને ફરજ બંનેનું પાલન કરવાનું હોય છે.તેઓએ દેશના અધિકારો સ્વતંત્રતા ,તથા મૂલ્યોનું જતન કરવાનું હોય છે.તેઓ અહીંયા રહેવાનો અને કામ કરવાનો અધિકાર મેળવે છે.

(8:39 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST