Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

''આનું નામ કિસ્મત'': ૧૦ ડોલરની લોટરી ટિકિટ ખરીદીઃ સ્ક્રેચ કરતાં ૧૦ લાખ ડોલરનું ઇનામ લાગ્યું: યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન સામ પટેલના સ્ટોરમાંથી લોટરી ખરીદનાર ગ્રાહકના નસીમ આડેનું પાંદડુ ખસ્યુ

ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સી સ્ટેટમાં આવેલા વિલીયમ્સ ટાઉનમાં સ્ટોર ચલાવતા ઇન્ડિયન અમેરિકન સામ પટેલના સ્ટોરમાંથી ૧૦ ડોલરની લોટરી ટિકિટ ખરીદનાર ગ્રાહકના નસીબ આડેનું પાંદડુ ખસી જવા પામ્યું છે. ગ્રાહકે આ લોટરી સ્ક્રેચ કરતાં તેને ૧૦ લાખ ડોલરનું ઇનામ લાગ્યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:17 am IST)