Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

''શેરીંગ ઇઝ કેરીંગ કાર્નિવલ'': અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલસા કેર ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ૮૦૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને ફુડ,ટોયઝ, તથા કલોથ ભરેલી બેગનું વિતરણ કરાયું: રમત-ગમત, મનોરંજન સહિતના આયોજનોથી ઉપસ્થિતો ખુશખુશાલ

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં જરૂરીયાતમંદ પરિવારોની સહાય માટે દર વર્ષે ''ખાલસા કેર ફાઉન્ડેશન''ના ઉપક્રમે ડીસેમ્બર માસમાં કાર્નિયલનું આયોજન કરાય છે. જે અંતર્ગત આ વર્ષે પણ ૧૪ ડીસેં.ના રોજ 'શેરીંગ ઇઝ કેરીંગ કાર્નિવલનું આયોજન કરાયું હતું. જેમાં ૪૨૦૦ જેટલા લોકોએ હાજરી આપી હતી.

આ વર્ષે વિતરણ કરાયેલ વસ્તુઓમાં ફુડ,ટોયઝ, તથા કલોથ ભરેલી બેગ ૮૦૦ ઉપરાંત બેગ્સનો સમાવેશ કરાયો હતો. આ તકે રેફલ પ્રાઇઝનું પણ આયોજન કરાયું હતું. જે અંતર્ગત બાઇસિકલ તથા સ્પોર્ટસ મેનની સહીવાળી કેપ ભેટ અપાઇ હતી. રમત-ગમત તથા મનોરંજનના પ્રોગ્રામ યોજાયા હતા. ઉપસ્થિતોએ KCF વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો.

(9:16 pm IST)