Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ભારતના બાળકોનો જન્મજાત અંધાપો દૂર કરવા કાર્યરત ૭૭ વર્ષીય ઇન્ડિયન અમેરિકન ડો.વદરેવુ રાજુઃ નોનપ્રોફિટ ''આઇ ફાઉન્ડેશન ઓફ અમેરિકા''ના માધ્યમથી અત્યાર સુધીમાં ૨૮ હજાર બાળકો સહિત ૪૦ હજાર જેટલા ભારતીયોને નવી દૃષ્ટિ આપીઃ જન્મજાત અંધાપો ધરાવતા બાળકોના સમયસર નિદાન માટે ૧ લાખ ડોલર (અંદાજે ૭૦ લાખ રૂપિયા)ની કિંમતનો કેમેરા ભેટ આપ્યો

વોશીંગ્ટનઃ ભારતમાં બાળકો સહિત પુખ્ત વયના લોકોમાં જોવા મળતો અંધાપો દૂર કરી તેમને નવી દૃષ્ટિ આપવા જીવનભર કાર્યરત ઓપ્થેલ્મોલોજીસ્ટ ૭૭ વર્ષીય ઇન્ડિયન અમેરિકન ડો.વદરેવુ કે રાજુએ તેમના નોનપ્રોફિટ ''આઇ ફાઉન્ડેશન ઓફ અમેરિકા''ના માધ્યમથી અત્યાર સુધીમાં ૪૦ હજાર ઉપરાંત લોકોના આંખના ઓપરેશન કરી તેઓને દેખતા કર્યા છે. જેમાં ૨૮ હજાર જેટલા બાળકો હતાં.

ડો.રાજુ તથા તેમની ટીમએ તાજેતરમાં રોટરી કલબ ઓફ કોલકતાને ''સ્પેશ્યલાઇઝડ નોનકોન્ટેક કેમેરા ફોર રેટિનોપથી ઓફ પ્રિમેચ્યુરીટી સ્ક્રિનીંગ''ની ભેટ આપી છે જેની કિંમત ૧ લાખ ડોલર (અંદાજે ૭૦ લાખ રૂપિયા) જેટલી થવા જાય છે. આ કેમેરાથી જન્મજાત અંધાપાનો ભોગ બનતા બાળકોને સમયસર નવી દૃષ્ટિ આપવાનું સરળ બનશે.

(8:28 pm IST)