Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અમેરિકના લોસ એન્જલસ હોલીવુડમાં યોજાયો " પેશન વિસ્તા " ગ્લોબલ આઈકોન એવોર્ડ સમારોહ

  લોસ એંજલ્સ :  ડો.ડી.જી.સીંગ અને શ્રીમાન ભરત ગોરડીયાના દીલ્હીથી પ્રસીધ્ધ થતાં '' Passion Vista '' (પેશન વિસ્તા ) મેગેઝીનના પ્રથમ વાર્ષિક આવુત્તિ નિમિત્તે શાનદાર સમારોહનું આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. લોસએન્જલસ હોલીવુડ ખાતે અંદાજે ૩૦૦ વ્યક્તિની વિશેષ હાજરીમાં સમારોહનું ભવ્ય આયોજન  વિવિધ પ્રવ્રુત્તિથી તેમજ બોલીવુડ ફિલ્મ સ્ટાર '' નિતુ ચંદ્રા '' ની હાજરીમાં આનંદોત્સવ સહ સંપન્ન થયું. આરંભ સેમ્યુઅલ જે ના ગીત થી સુંદર રીતે થયું. ત્યારબાદ સમારોહના ઉદ્દઘોષક દ્વારા વિવિધ દેશોથી પધારેલ મહેમાનોને આવકારવામાં આવ્યા. સૌએ ' ર્વલ્ડ પીસ ' માટે પ્રવુત રહેવા પ્રતિબધ્ધતા દર્શાવી. ત્યારબાદ ' પેશન વિસ્તા ' મેગેઝીનની વાર્ષિક આવત્તિ નું આંતરરાષ્ટિય સ્તરે પદાર્પણ માટે વિશિષ્ટ વ્યક્તિ વિશેષ દ્વારા અર્પણ કરવામાં આવ્યું. હાજર રહેલ વિવિધ ક્ષેત્રના ને આઈકોન એવોર્ડ '' થી સન્માનિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ' નિતુ ચંદ્રા ' ( મુખ્ય મહેમાન ) એ સૌને અભિનંદન પાઠવી વિવિધ ક્ષેત્રે નેતરુત્વ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો.  ત્યાર બાદ ફેશન શૉ ની રજુઆત ખૂબજ આકર્ષક રીતે થઈ. મહેમાનોએ આ શૉ ને લઈને આનંદની લાગણી વ્યક્ત કરી. મ્યુઝીક-એવોર્ડ-પરેડ સાથે સુંદર ભોજનને સૌ એ આનંદથી માણ્યું.

      '' પેશન વિસ્તા '' મેગેઝીનમાં લક્ઝરી લાઈફ સ્ટાઈલ,લક્ઝરી  ફેશન ડીઝાઈન, આ ક્ષેત્રના આઈકોન-લીડરની માહિતી , ર્વલ્ડપીસ ના ક્ષેત્રે કામ કરતાં વ્યક્તિ વિશેષની માહિતી આપવામાં આવે છે.

      બીજા દિવસ સૌ મહેમાનોએ ' બૉટ યાત્રા ' દ્વારા ઉજવણી કરી હતી ... આવા સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવ બદલડૉ. ટી,જી.સીંગ અને ભરત ગોરડીયાને અભિનંદન.

તેવું માહિતી શ્રી નટુભાઈ પટેલ અને કાન્તિભાઈ મિસ્ત્રી તથા  શ્રી હર્ષદ શાહ કેલિફોર્નિયાના તસ્વીર સૌજન્ય  દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)