Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વેપારીઓનો વિજય : સરકાર ઝુકી : કાપડ મોંઘુ નહિ થાય

રાજ્યો અને વેપાર - ઉદ્યોગની નારાજગી બાદ કાપડ પર GSTમાં ૫ ટકાથી ૧૨ ટકા વધારાને ટાળવામાં આવ્યો : સરકારે માંગણી સ્વીકારી : ૧૨ ટકા જીએસટી લાગુ કરવાનો પ્રસ્તાવ મુલત્વી રાખ્યો

નવી દિલ્હી તા. ૩૧ : રાજ્યો અને ઉદ્યોગની નારાજગી બાદ કપડા પર જીએસટીમાં વધારાને ટાળી દેવામાં આવયો છે. ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રાલયે નક્કી કર્યું હતું કે, ૧ જાન્યુઆરીથી કપડા પર જીએસટીને ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવશે. પરંતુ તેનાથી વેપારીઓ નારાજ હતા. તેઓનું કહેવું છે કે તેનાથી વેપારમાં ઘટાડો થશે, વિદેશી કપડા વધુ વેપાશે અને ટેક્ષ ચોરી પણ વધશે. તે અંગે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા.

હિમાચલ સરકારના ઉદ્યોગમંત્રી વિક્રમસિંહે કહ્યું છે કે, રેડિમેન્ટ ગારમેન્ટ પર જીએસટીનો વધારો હાલમાં આવતી બેઠક સુધી થશે નહિ.

બીજી બાજુ રાજસ્થાનના કેબિનેટ મંત્રી સુભાગ ગર્ગે કહ્યું છે કે, ગારમેન્ટ પર જીએસટીનો વધેલો દર કાલથી લાગુ થશે નહિ બુટ - ચંપલ પર જીએસટી પાછું ખેંચવાનો મામલો એજન્ડામાં નહોતો. અમે લોકોએ તેને ઉઠાવ્યો હતો. બુટ - ચંપલ પર કાલથી જીએસટીનો વધતો દર લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, ફુટવેર દુકાનદારોનું કહેવું હતું કે, સરકારે જે અમે હજાર રૂપિયાના બુટ - ચંપલ બનાવતા હતા તેના પર પણ જીએસટી વધારીને ૧૨ ટકા કરી દીધા છે. તેનાથી અમારા કારોબારનો ખર્ચ વધશે.

આવતીકાલ એટલે ૧ જાન્યુઆરી ૨૦૨૨થી GSTના નવા દર લાગુ થવા જઈ હતા ત્યારે ગુજરાતના કાપડ વેપારીઓને આ નિર્ણયનો સૌથી મોટો ફટકો પડ્યો હતો પણ આજે દિલ્લીમાં નાણા મંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કાપડ ઉપર હાલ પુરતો ૫ ટકા GST જ રહેશે. એટલે કે કાપડ ઉપર ૧૨ ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કાપડ ઉપર GSTના વધારાનો વિરોધ કર્યો હતો  જે બાદ રાજય સરકાર અને સી.આર.પાટીલે પણ કેન્દ્રમાં રજૂઆત કરી હતી. જે બાદ કાપડ ઉપર GST ૫ ટકા જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવામાં આવ્યો છે. આગામી બેઠકમાં તમામ રાજયો સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે કે ઞ્લ્વ્ વધારવો જોઈએ કે નહીં?

કાપડ પર લાગતા GSTમાં સરકારે વધારો કરી ૧૨ ટકા કરતા કાપડના વેપારીઓ રોષે ભરાયા હતા. GSTમાં થયેલા વધારાના કારણે રો મટેરિયલના ભાવ વધી જાત  જેનાથી કપડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થવાનો ડર હતો. તેનાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવાની ફરજ પડી જાત.જેથી કાપડ પર લાગતા GST કરાયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કાપડાના વેપારીઓએ રજૂઆત કરી હતી.અગાઉ કાપડ ઉપર ૫ ટકા  GST લાગતો હતો જે વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો હતો. જે નિર્ણય કાલથી લાગુ પણ પડવાનો હતો પણ  આજે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ૧૨ ટકા GST લગાવવાનો પ્રસ્તાવ હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે જીએસટી કાઉન્સિલ પહેલાં  નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક જાન્યુઆરી ૨૦૨૨ થી ટેકસટાઇલ ઉત્પાદનો પર જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવી શકે છે. રાજય સરકરો અને ટેકસટાઇલ-ફૂટવેર ઇંડસ્ટ્રી જીએસટી રેટ વધારવાનો વિરોધ કરી રહી હતી. જોકે આજે જીએસટી પરિષદની બેઠકમાં કપડાં અને ફૂટવેર પર જીએસટીને ૫ ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતરમણની અધ્યક્ષતામાં દેશની રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની ૪૬જ્રાક બેઠકમાં સસ્તા કપડાં પર જીએસટી દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવા પર સહમતિ બની શકી નથી. જેથી આમ આદમીને મોટી રાહત મળશે. નવા વર્ષમાં રેડીમેડ ગારમેન્ટ્સ હવે મોંઘા નહી થાય.

આ બેઠકમાં તમિલનાડુના નાણામંત્રીએ કહ્યું કે ટેકસટાઇલ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવાને અત્યારે લાગૂ કરવાનો યોગ્ય સમય નથી. કારણ કે કોરોના મહામારી હજુ યથાવત છે. ટેકસટાઇલ્સ ઇન્ડસ્ટ્રી હજુ સંકટમાંથી બહાર આવી નથી. તમને જણાવી દઇએ કે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ ટેકસ પર તમામ નિર્ણય જીએસટી કાઉન્સિલ લે છે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરે છે. સાથે જ રાજયોને નાણામંત્રી પણ તેમાં ભાગ લે છે.

(4:01 pm IST)