Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના આઈપીઓનું ફલેટ લિસ્ટિંગ

NSE પર સીએમએસ ઇન્ફોનો શેર ઇશ્યૂ કિંમતથી ૧.૯૪% એટલે કે ૪.૨૦ રૂપિયા વધીને ૨૨૦.૦ રૂપિયા પર ખુલ્યો હતોઃ જયારે BSE પર શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ કિંમતથી ૨.૫૦ રૂપિયા એટલે કે ૧.૧૬%ના વધારા સાથે ૨૧૮.૫૦ રૂપિયા પર થયું હતું

મુંબઇ, તા.૩૧: સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સના આઈપીઓનું આજે ભારતીય શેર બજારમાં ફ્લેટ લિસ્ટિંગ થયું છે. કંપનીએ ઇશ્યૂ કિંમત ૨૧૬ રૂપિયા રાખી હતી. જેની સામે NSE પર સીએમએસ ઇન્ફોનો શેર ઇશ્યૂ કિંમતથી ૧.૯૪% એટલે કે ૪.૨૦ રૂપિયા વધીને ૨૨૦.૦ રૂપિયા પર ખુલ્યો હતો. જયારે BSE પર શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ કિંમતથી ૨.૫૦ રૂપિયા એટલે કે ૧.૧૬%ના વધારા સાથે ૨૧૮.૫૦ રૂપિયા પર થયું હતું. હકીકતમાં CMS ઇન્ફો સિસ્ટમ્સના આઈપીઓ (IPO news)ને ખૂબ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. ગ્રે માર્કેટમાં પણ ભાવમાં સુસ્તી જોવા મળી હતી. આ ઉપરાંત કોવિડ-૯ને લઈને વધી રહેલી ચિંતાની અસર પણ આઈપીઓ પર જોવા મળી હતી. જોકે, કંપનીની કામકાજ ખૂબ જ મજબૂત છે.

સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સનો આઈપીઓ ૨૧મી ડિસેમ્બરથી ૨૩મી ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. ૧,૧૦૦ કરોડ રૂપિયાના આઈપીઓ માટે કંપનીને ૧.૯૫ ગણી બીડ મળી હતી. આઈપીઓનો રિટેલ હિસ્સો ૨.૧૫ ગણો ભરાયો હતો.

૧,૧૦૦ કરોડ રૂપિયાનો આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હતો. આઈપીઓનો ૫૦% હિસ્સો કવોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, ૩૫% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને ૧૫% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અનામત હતો. ઇશ્યૂ બાદ પ્રમોટરનો હિસ્સો ઘટીને ૬૫.૫૯% થશે.

(3:10 pm IST)