Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો

ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે બજારમાં ગભરાહટ : સેન્સેક્સમાં ૧૨ અને નિફ્ટીમાં ૧૦ પોઈન્ટનો નજીવો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ કડાકો

મુંબઈ, તા.૩૦ : ઓમિક્રોનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ અને મારુતિ જેવા શેરોમાં ઘટાડાને કારણે બજાર હાંસિયામાં રહ્યું. બીએસઈનો ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨.૧૭ પોઈન્ટ અથવા .૦૨ ટકાના ઘટાડા સાથે ૫૭,૭૯૪.૩૨ પોઈન્ટ પર બંધ થયા છે. રીતે, એનએસઈ નિફ્ટી .૬૫ પોઇન્ટ અથવા .૦૬ ટકાના નજીવા નુકસાન સાથે ૧૭,૨૦૩.૯૫ પર બંધ થયો હતો.

સેન્સેક્સમાં લગભગ બે ટકાનો ઘટાડા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ખોટમાં હતો. સિવાય ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ લાલ નિશાન પર હતા. બીજી તરફ, નફો કરનારાઓમાં એનટીપીસી, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેક્ન, ટાઇટન, વિપ્રો અને ડૉ. રેડ્ડીઝનો સમાવેશ થાય છે.

અન્ય એશિયન બજારોમાં, ચીનમાં શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગમાં હેંગસેંગ વધ્યા હતા, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ખોટમાં રહ્યા હતા. યુરોપના મુખ્ય બજારોમાં બપોરના કારોબારમાં મિશ્ર વલણ હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૬૮ ટકા ઘટીને બેરલ દીઠ ૭૮.૬૯ ડોલર  થયું હતું. શેરબજારમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, મૂડીબજારમાં એફઆઈઆઈ નેટ સેલર હતા. બુધવારે તેમણે રૂ. ૯૭૫.૨૩ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

(12:00 am IST)