Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

ઝૂલતાપૂલ દુર્ઘટનામા ભુપેન્દ્રભાઈ પટેલે સતત બીજા દિવસે ઘટનાસ્થેળ બચાવ કામગીરી સમીક્ષા કરી

ગઈકાલે મોરબી પહોંચેલા મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશનની સંપૂર્ણ વિગતો મેળવી ઝડપથી બચાવ કાર્ય માટે ખડેપગે રહ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૧ :  મોરબીમાં ગોઝારી ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી સહિતનો કાફલો ગઈકાલે જ મોરબી દોડી આવ્યો હતો અને ઘટનાસ્થળે મુલાકાત લઈને રાહત તથા બચાવ કાર્યનું નિરુક્ષણ કરી જેમ બને તેમ જલ્દીથી નદીમાં ડૂબેલા લોકોને હેમખેમ બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા અને ગઈકાલથી મોરબી મુકામ કર્યા બાદ આજે પણ સીએમે ઘટનાસ્થળે દોડી જઇ રેશલ્યું ઓપરેશન વિશે માહિતી મેળવી અધિકારીઓ સામે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનું આંકલન કર્યું હતું.

મોરબીનક ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટનામાં તુરત જ સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગ્રેડ તેમજ તરવૈયાના મોટા કાફલા સાથે નદીમાં બચાવ રાહત કાર્ય હાથ ધરાયુ હતું એ બચાવ કાર્ય વધુ વેગવતું બનાવવા ગઈકાલે રાત્રે આર્મીની ટીમ એન ડી આર એફની રેસ્ક્યુ ટીમ મોરબી આવી પહોંચી યુદ્ધના ધોરણે પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે રાત્રે જ મોરબી પહોંચીને તંત્રનું માર્ગ દર્શન કરી રહ્યા છે. આજે સવારે તેમણે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું ત્યારબાદ તેઓ સ્વયં ગૃહ રાજ્ય મંત્રી સાથે રેસ્ક્યુ બોટ મારફત મચ્છુ નદીમાં એન ડી આર એફ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશન સ્થળે પહોંચ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલે આ રેસ્ક્યુ ટીમના વડા સાથે વાતચીત કરીને વધુ વિગતો મેળવી હતી.

(3:42 pm IST)