Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

દુર્ઘટના કેવી રીતે બની, માહિતી મેળવતા ભુપેન્‍દ્રભાઈ પટેલ- હર્ષ સંઘવીઃ જવાનો- રેસ્‍કયુ ટીમ- કાર્યકરોને સલામ

રાજકોટઃ મોરબીમાં થયેલ દુર્ઘટના બાદ તંત્ર તુરંત હરકતમાં આવી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોરબીવાસીઓ અને રાજકોટથી પણ ટીમો રવાના થઈ ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જવાનો, સામાજીક કાર્યકરોની ટીમ સેવામાં લાગી ગયા હતા. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચી ગયા હતા. ભુપેન્‍દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે અંગે માહિતી મેળવી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં રેસ્‍કયુ ટીમની જબરદસ્‍ત બચાવ કામગીરી જોવા મળે છે.
જયારે બીજી તસ્‍વીરોમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ  કુંડારીયા, મંત્રી બ્રિજેશ મેરજા, કલેકટર અરૂણ મહેશબાબુ જવાનો પાસેથી માહિતી મેળવી રહ્યા છે. (તસ્‍વીરઃ પ્રિન્‍સ બગથરીયા)

 

(12:37 pm IST)