Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબીમાં માતમ : ચોતરફ શોકનો માહોલ બજારો સ્‍વયંભૂ બંધ : ૧૩૦ મૃતદેહ પરિવારોને સોંપાયા

વર્ષો અગાઉ થયેલ મોરબી હોનારતની યાદ તાજી થઈઃ હોસ્‍પિટલોમાં મૃતદેહોના ઢગલાઃ અશ્રુનો દરિયો વહયો (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
મોરબી, તા., ૩૧: મોરબીમાં ગત સાંજે થયેલી હોનારતને કારણે મુખ્‍ય બજારો આજ સવારથી બંધ જોવા મળ્‍યા છે. હોનારતને પગલે વેપારીઓએ સ્‍વયંભુ બંધ પાળ્‍યો છે. શહેરમાં ચારેય તરફ શોકનો માહોલ છવાયેલો છે. મહત્‍વનું છે કે મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થતા ૧૪૧ જેટલા લોકોના મોત થયા હોવાનું રેન્‍જ આઇજીએ જણાવ્‍યું હતું. મોરબીમાં હિન્‍દુ-મુસ્‍લીમ બન્ને સમાજમાં માતમ પ્રવર્તે છે. જો કે ૧૩૦ મૃતદેહોને તેમના પરિવારોને સોંપી દેવાયાનું જાણવા મળે છે.

 

(12:29 pm IST)