Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના માં રાહત અને બચાવ માટે અનેક તરવૈયાઓ લાગી પડ્યા : કોઈપણ પરવા કર્યા વગર નદીમાં કૂદકા માર્યા : વાહન વ્યવહારને અડચણ ન થાય અને એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલે પહોંચે તે માટે યુવાનો રોડ ઉપર લાઈનમાં ઊભા રહી ગયા

 

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીતા.૩૦ :-  મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના માં રાહત અને બચાવ માટે અનેક તરવૈયાઓ લાગી પડ્યા હતા.કોઈપણ પરવા કર્યા વગર નદીમાં કૂદકા માર્યા હતા.વાહન વ્યવહારને અડચણ ન થાય અને એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલે પહોંચે તે માટે યુવાનો રોડ ઉપર લાઈનમાં ઊભા રહી ગયા

હતા.

       મોરબીમાં દુર્ઘટનાના પગલે લોકોના ટોળેટોળા હોસ્પિટલે અને ઘટના સ્થળે દોડી ગયા હતા. જેથી વાહન વ્યવહારને ભારે અસર પડી હતી આ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલે પહોંચે તે માટે યુવાનો કામે લાગી ગયા હતા અને રસ્તામાં ઉભા રહીને વાહન વ્યવહાર માટે કોઈ સમસ્યા ન સર્જાય તેમજ એમ્બ્યુલન્સ સમયસર દુર્ઘટનાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડે તે માટે સતત કાર્યરત રહ્યા છે

 

(9:27 pm IST)