Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ATM, ચેકથી પૈસા ઉપાડવાનુ થશે મોઘું બેંક ગ્રાહકો પર હવે જીએસટીની માર!

પ્રત્યેક લેણદેણ પર આપવા પડશે ઓછામાં ઓછા ૨પ રૂપિયા

નવી દિલ્હી, તા.૩૦: બેંક ગ્રાહકો પર હવે જીએસટીની માર પડવાની છે. તેના લીધે બેંકની અંદર અથવા ફરી બહાર થતા દરેક પ્રકારના લેણદેણ પર ટેક્ષ આપવો પડશે. ચેક રીડીમ કરવાથી માંડીને એટીએમમાંથી રોકડ ઉપાડવા પર અતિરિકત પૈસા આપવા પડશે.

તેનાથી ગ્રાહકોને બેંક અને એટીએમમાંથી મળતી ફ્રી સુવિધા પણ ખત્મ થશે. હાલમાં ગ્રાહક તેના બેંકના એટીએમમાંથી પાંચવાર ફ્રીમાં ટ્રાન્ઝેકશન કરી શકે છે. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ આ ફ્રીમાં ટ્રાન્ઝેકશન ખત્મ થઇ જશે. બેંક આ ફ્રીમાં સેવાઓ આપે છે. જયારે બેંકોને આ પ્રકારની સેવાઓ પર અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્ષ આપવો પડે છે.

આ ઉપરાંત બેંક એટીએમ પર થતી નોન બેંકિગ ટ્રાન્જેકશનની ફીને પણ ૧૮ રૂપિયા વધારવા માંગે છે તે વધીને રપ રૂપિયા થશે. આ ફીને ૨૦૧૨માં નકકી કરવામાં આવી હતી અને ત્યારથી તેના કોઇ ફેરફાર થયો નથી. એટીએમમાંથી એક ટ્રાન્ઝેકશનની કિંમત એક દિવસની ૨૩ રૂપિયા આવે છે.

હાલમાં દરેક બેંક એટીએમ પર થતા કેશ ટ્રાન્ઝેકશન માટે ૧પ રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેકશન કરવા પર ખાતામાંથી પ રૂપિયા કાપે છે. આ ચાર્જ દર મહીને ફ્રીમાં મળતા ટ્રાન્જેકશન ઉપર લાગે છે.

(3:31 pm IST)
  • નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ ને એક મહિનો પૂર્ણ : સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માંટે એક મહિનામાં 2.70 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી :સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને સવા છ કરોડ રૂપિયાની આવક થઇ access_time 12:29 pm IST

  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપર રીચ કેન્ડી હોસ્પિટલમાં આજે અત્યાધુનિક પદ્ધતિથી ઘુંટણનું ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે access_time 4:00 pm IST

  • બોટાદ : ભાંભણ રોડ પર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ધૃણાસ્પદ બનાવ :બાળકી તેના ઘર પાસે મેદાનમાં રમતી હતી ત્યારે એક ઈસમ તેને પતંગ બતાવવાની લાલચ આપી અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું : બાળકીને ગંભીર હાલતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી access_time 6:49 pm IST