મુખ્ય સમાચાર
News of Friday, 30th November 2018

ATM, ચેકથી પૈસા ઉપાડવાનુ થશે મોઘું બેંક ગ્રાહકો પર હવે જીએસટીની માર!

પ્રત્યેક લેણદેણ પર આપવા પડશે ઓછામાં ઓછા ૨પ રૂપિયા

નવી દિલ્હી, તા.૩૦: બેંક ગ્રાહકો પર હવે જીએસટીની માર પડવાની છે. તેના લીધે બેંકની અંદર અથવા ફરી બહાર થતા દરેક પ્રકારના લેણદેણ પર ટેક્ષ આપવો પડશે. ચેક રીડીમ કરવાથી માંડીને એટીએમમાંથી રોકડ ઉપાડવા પર અતિરિકત પૈસા આપવા પડશે.

તેનાથી ગ્રાહકોને બેંક અને એટીએમમાંથી મળતી ફ્રી સુવિધા પણ ખત્મ થશે. હાલમાં ગ્રાહક તેના બેંકના એટીએમમાંથી પાંચવાર ફ્રીમાં ટ્રાન્ઝેકશન કરી શકે છે. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ આ ફ્રીમાં ટ્રાન્ઝેકશન ખત્મ થઇ જશે. બેંક આ ફ્રીમાં સેવાઓ આપે છે. જયારે બેંકોને આ પ્રકારની સેવાઓ પર અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્ષ આપવો પડે છે.

આ ઉપરાંત બેંક એટીએમ પર થતી નોન બેંકિગ ટ્રાન્જેકશનની ફીને પણ ૧૮ રૂપિયા વધારવા માંગે છે તે વધીને રપ રૂપિયા થશે. આ ફીને ૨૦૧૨માં નકકી કરવામાં આવી હતી અને ત્યારથી તેના કોઇ ફેરફાર થયો નથી. એટીએમમાંથી એક ટ્રાન્ઝેકશનની કિંમત એક દિવસની ૨૩ રૂપિયા આવે છે.

હાલમાં દરેક બેંક એટીએમ પર થતા કેશ ટ્રાન્ઝેકશન માટે ૧પ રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેકશન કરવા પર ખાતામાંથી પ રૂપિયા કાપે છે. આ ચાર્જ દર મહીને ફ્રીમાં મળતા ટ્રાન્જેકશન ઉપર લાગે છે.

(3:31 pm IST)