Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમદાવાદ મર્કેન્ટાઈલ બેંકને ૬૨.૫૦ લાખ રૂપિયાનો દંડ

નિયમોના ઉલ્લંઘન બદલ આરબીઆઈની લાલ આંખ : દેશની ૪ કો ઓપરેટિવ બેંકો સામે નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી, આંધ્રની મહેશ કો.ઓ.બેંકને ૧.૧૨ કરોડનો દંડ

નવી દિલ્હી, તા. ૩૦ : કો ઓપરેટિવ બેક્નો સામે રિઝર્વ બેક્ન ઓફ ઈન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેક્નોને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ દંડ નિયમોનુ ઉલ્લંઘન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. બેક્નના કહેવા પ્રમાણે અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેક્ન પર ૬૨.૫૦ લાખ રૂપિયા, મુંબઈની એસવીસી સહકારી બેક્ન પર ૩૭.૫૦ લાખ રૂપિયા તેમજ મુંબઈની સારસ્વત બેક્ન પર ૨૫ લાખ અને આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેક્ન પર ૧.૧૨ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

રિઝર્વ બેક્નના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશની મહેશ કો-ઓપરેટિવ અર્બન બેક્ન પર ડિપોઝીટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ કેવાયસીને લગતા નિયમોનુ પાલન નહી કરવા બદલ જ્યારે અમદાવાદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેક્ન પર જમા થાપણ પરના ઈન્ટરેસ્ટ રેટના નિયમોનુ પાલન નહીં કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. જ્યારે એસવીસી સહકારી બેક્ને છેતરપિંડી પર નજર રાખવા અંગેના નિયમોનુ પાલન કર્યુ નથી. આથી તેને પણ દંડ ફટકારાયો છે. જ્યારે સારસ્વત સહકારી બેક્ને ડિપોઝિટ પરના ઈન્ટરેસ્ટ રેટ તેમજ ડિપોઝીટ એકાઉન્ટની દેખરેખના નિયમોનુ પાલન કર્યુ નહીં હોવાથી તેને દંડ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે પણ રિઝર્વ બેક્ને કાર્યવાહી કરીને મુંબઈની મોગાવીરા કો ઓપરેટિવ બેક્ન સહિતની ત્રણ સહકારી બેક્નોને ૨૩ લાખનો દંડ ફટકાર્યો હતો. જેમાં મોગાવીરા પર ૧૨ લાખ રૂપિયા, ઈન્દાપુર અર્બન બેક્ન પર ૧૦ લાખ રૂપિયા અ્ને બારામતી સહકારી બેક્ન પર ૧ લાખનો દંડ લાગુ કરાયો હતો.

(8:01 pm IST)