Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દિલ્હી મેડિકલ એશોશિએશને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ડોક્ટર્સ તથા હેલ્થ વર્કર્સ ઉપર વધી રહેલા હુમલાઓ ખાળવા માટે માર્ગદર્શિકા જાહેર કરો : હુમલાનો ભોગ બનનારના પરિવારને વળતર અપાવો

ન્યુદિલ્હી : દિલ્હી મેડિકલ એશોશિએશને ડોક્ટર્સ તથા હેલ્થ વર્કર્સ ઉપર થતા હુમલાઓ ખાળવા માટે માર્ગદર્શિકા જાહેર કરાવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ હુમલાઓ ખાળવા માટે માર્ગદર્શિકા જાહેર કરવા ઉપરાંત હુમલાનો ભોગ બનનારના પરિવારને  વળતર અપાવવા અરજ ગુજારી છે.

પિટિશનમાં વિશેષમાં જણાવ્યા મુજબ 2017 ની સાલથી અત્યાર સુધીમાં જુદા જુદા ડોક્ટર્સ તથા હેલ્થ વર્કર્સ ઉપર 28 હુમલાઓ  થયા છે. આ હુમલાઓ દર્દીના પરિવાર જનો દ્વારા અથવા મોબ લિંચિંગ દ્વારા ,અથવા બદનામી કરવા રૂપે ,અથવા તો ધાક ધમકી આપવા રૂપે થયા છે.અમુક હુમલાઓથી ડોક્ટર કે હેલ્થ વર્કરના મોત પણ થયા છે.જેઓના પરિવારને વળતર અપાવવા પણ માંગણી કરાઈ છે. તથા વ્યવસાયના સ્થળે ચુસ્ત બંદોબસ્ત કરાવવા માંગણી કરાઈ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:06 pm IST)