Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પેટ્રોલ સ્ટેશનમાં માસ્ક વગર પહોંચેલા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાનને 200 ઓસ્ટ્રેલિયાઈ ડોલરનો દંડ !!

એરપોર્ટ જતી વખતે કારમાં ઇંધણ ભરાવવા માટે 30 સેકન્ડ અંદર ગયા હતા

ઓસ્ટ્રેલિયાના ઉપ પ્રધાનમંત્રી બરનબી જોયસ ઉપર ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક પેટ્રોલ સ્ટેશનની અંદર ફેસ માસ્ક નહીં પહેરાવ બદર 200 ઓસ્ટ્રેલિયાઈ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાની નેશનલ પાર્ટીના નેતા જોયસે પણ કોરોના વાયરસ પ્રતિબંધોનું ઉલ્લંઘનની ઘટનાની પુષ્ટી કરી છે.

તેમણે સ્કાઇ ન્યૂઝ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે હું કેલ્ટેક્સ સર્વિસ સ્ટેશનમાં ગયો હતો. હું એરપોર્ટ જઈ રહ્યો હતો. કારમાં ઇંધણ ભરાવવા માટે 30 સેકન્ડ બાદ અંદર ગયો હતો. મારે દંડ તરીકે 200 ડોલર ચુકવવા પડ્યા હતા કારણે મેં માસ્ક પહેર્યું ન હતું.

એનએસડબ્લ્યૂ પોલીસનું કહેવું છે કે જેણે જનતા એકસભ્ય દ્વારા પેટ્રોલ સ્ટેશન ઉપર બોલાવવામાં આવ્યો હતો સુરક્ષા કેમેરા ફૂટેજ બાદ સમીક્ષા પછી 54 વર્ષીય પુરુષને દંડ ફટકાર્યો હતો.

ઉપાયુક્ત ગૈરી વોર્બાયે સંવાદદાતાઓને કહ્યું કે તે વ્યક્તિ ક્ષમાપ્રાર્થી હતો અને તેણે પોલીસને દ્રઢ અને નિષ્પક્ષ હોવામાં સહોયગ કર્યો. પોલીસને રાજ્યભરમાં 24/7 તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ કાર્યવાહી કરશે. અને નિશ્ચિત રૂપથી આર્મિડેલની ઘટના બાદ આ વાતનો સ્પષ્ય પુરાવો છે કે પોલીસ તપાસ કરીને કાર્યવાહી કરે છે.

(1:20 pm IST)