Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ચીને ૬ મહિનામાં LACનીપાસે ૧૦૦થી વધુ સૈન્ય અભ્યાસ કર્યા

વાતચીત તો બ્હાનુ : ચીનનો મુખ્ય હેતુ સૈન્ય તાકાત વધારવાનોછે : એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૩૦ : પૂર્વી લદાખમાંએલએસીનીપાસે એક બાજુ જયાં ભારત વાતચીત દ્વારા ચીનની સાથે સરહદ વિવાદને ઉકેલવા માંગે છે. બીજી બાજુ ચીન પીઠ પાછળ નાપાક ઈરાદારાખ્યા છે. એક રિપોર્ટમાં એક વાર ફરી ચીનની ચાલાકી સામે આવી છે અને ડ્રેગનનો ઈરાદો એક વાર ફરી સવાલ ઉઠવા લાગ્યા છે. ચીનનીપીપુલ્સલિબરેશન આર્મીએ આ વર્ષે તિબ્બત સરહદના અંદાજે ૧૦૦ થી વધુ સૈન્ય અભ્યાસ કર્યો છે. જયારેપૂર્વી લદ્દાખમાં એલએસીની પાસે કેટલાક અંશે સેનાઓને હટાવાની દિશામાં પ્રગતિ થઇછે. આ ઉપરાંત ચીનેગયા સપ્તાહે તિબ્બતનુંપાટનગર લ્હાસા અને અરૂણાચલ પ્રદેશના સીમાવર્તી શહેર નિંગચી વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, આ ઘટનાક્રમોથીમાલુમ પડે છે કે ફેબ્રુઆરીમાં પેંગોંગ ત્સોમાંસેનાનું પાછું ફરવું ચીનવિવાદિત હિમાલયીસરહદ પર તેમના સૈન્ય ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાઆવુંછે કે ચીનના ગયા વર્ષે જૂનમાં ગાળવાંઘાટીની ઘટના બાદ સરહદ પર તેમની ઉપસ્થિતિ વધારી દીધી હતી. કોરોના મહામારી છતાં ચીનનો સૈન્ય અભિયાન ચાલુ છે.

આ ક્રમમાં ઉંચાઈ વાળા ક્ષેત્રમાં થયેલીસૈન્ય અભ્યાસમાં ચીનની૨૦ યુનિટના ૧૦૦૦થી વધુ સૈનિકોએ ભાગ લીધો.પ્રતિકૂળ હવામાનમાં ચીની સૈનિકોની યુદ્ઘ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી તિબ્બત સ્વાયત ક્ષેત્રમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંપાદક જયંત કલીતાએકહ્યું, ચીનની એલએસીની નજીકક્ષેત્રોમાં માળખાકીય ક્ષેત્રોમાં તેજીથી સુધારકરવામાં આવ્યો છે, જે ભારતની સાથે તેની વાસ્તવિક સરહદ છે. ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે અંદાજે ૧૧ દોરની સૈન્ય વાર્તા થઇ ચુકી છે.

એલએસી પર સુમરોહ સેકટરમાં તેની મુલાકાત એવા સમયે થયો જયારે પૂર્વી લદ્દાખમાં અથડામણ વચ્ચે અનેક પોઇન્ટ પર ભારત અને ચીનની સેનાઓવચ્ચે સૈન્ય અવરોધ બનેલો છે. બન્ને પક્ષની અથડામણ વચ્ચે બાકી રહેલા પોઇન્ટને પણ સૈનિકોની વાપસીના વિષય પર વાર્તા કરી રહ્યા છે. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સંવેદનશીલ સેકટરમાં એલએસી પર પ્રત્યેક અને અંદાજે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ સૈનિક છે. કુલ ૧૧ દોરની સૈન્ય વાર્તા થવા છતાં ચીનના વલણમાં લચીલાપનજોવા મળ્યું નથી.

(12:51 pm IST)