Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સરકારે ભાવ ઘટાડવા ઘડી કાઢયો પ્લાન

હવે ખાદ્યતેલ સસ્તુ થવાના એંધાણ

સરકારે ભાવ ઘટાડવા કાચા પાકા તેલ પર લાગતી આયાત ડયુટીનો માનક દર ઘટાડીને ૧૦ ટકા કર્યો

નવી દિલ્હી, તા.૩૦: એકધારા વધી રહેલા ખાદ્યતેલના ભાવોને અંકુશમાં લેવા  આખરે સરકારે પગલા શરૂ કર્યા છે જેના લીધે ગૃહીણીઓને રાહત મળે તેવી સંભાવના છે. સરકારે ખાદ્યતેલને સસ્તુ કરવા એક પ્લાન ઘડયો છે જેનાથી લોકોને ભાવમાં રાહત મળી શકશે. સરકારે કાચા પામ તેલ (ક્રુડ પામ ઓઇલ) પર લાગતી આયાત ડયુટીની બેઝીક કસ્ટમ ડયુટીને ઘટાડી ૧૦ ટકા કરી છે અન્ય પામ પર તે ૩૭.૫ ટકા રહેશે. આ નિર્ણય આજથી લાગુ છે અને ૩૦ સપ્ટે.સુધી અમલ બનશે. કાચા પામ ઓઇલ પર ૧૦ ટકાની મૂળ આયાત ડયુટી સાથે પ્રભાવી આયાત ડયુટી ૩૦-૨૫ ટકા થશેે. જેમાં ઉપકર અને અન્ય ડયુટી સામેલ થશે જયારે રિફાઇન્ડ પામ તેલ માટે આ ડયુટી આજથી ૪૧-૨૫ ટકા થઇ ગઇ છે. પામ ઓઇલ પર હાલ માનક કસ્ટમ ડયુટી ૧૫ છે આરડીડીપામ ઓઇલ, આરબીડી પામોલન, આરબીડી પામ સ્ટીયરીનની માન્ય શ્રેણી પર ૪૫ ટકા ડયુટી લાગે છે. રાહત આપવા સરકારે કાચા પામ તેલ પર કસ્ટમ ડયુટી ૩૫-૭૫ ટકાથી ઘટાડી ૩૦-૨૫ ટકા તો રિફાઇન્ડ પામ ઓઇલ પર ૪૯.૫ ટકાથી ઘટાડી ૪૧.૨૫  ટકા કરી છે જેથી રિટેલ ભાવ ઘટશે.

રસોઈ બનાવવા માટે ગૃહિણીઓએ હવે પરેશાન થવાની જરૂર નથી, સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશથી આવતા પામતેલ પર લાગતા આયાત દર દ્યટાડવાની જાહેરાત કરી છે. આયાત દરનો દ્યટાડો આજથી લાગૂ થસે અને તે ૩૦ સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. આશા રાખવામાં આવે છે કે, સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમતોમાં દ્યટાડો થશે અને હાલ પુરતી રાહત મળી શકે છે.

નાણાં મંત્રાલય હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ક્રૂડ પામ ઓઇલ પર ૧૦ ટકા આયાત ડ્યૂટી લાગશે. તે હાલમાં ૧૫ ટકા આયાત ડ્યુટી હતી, જેમાં ૫ ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય પામતેલો પરની આયાત ડ્યૂટી હાલમાં ૪૫ ટકાથી દ્યટાડીને ૩૭.૫ ટકા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ કે અન્ય પામ તેલની આયાત ડ્યુટીમાં ૭.૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અપેક્ષા રાખવામાં આવે છે કે ઓકટોબરથી બજારમાં તેલીબિયાન પાકનો નવો માલ આવવા સાથે ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થશે. નિષ્ણાંતોના મતે, ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પામતેલ પરનો ઘટાડેલો દર ૩૦ સપ્ટેમ્બર સુધી જ લાગુ રહેશે. જેથી ઘરેલુ તેલીબિયાળના પાકના ભાવને અસર ન થાય અને ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી શકે. અપેક્ષા છે કે ૩૦ સપ્ટેમ્બર પછી ઘરેલુ પાક માટે સારા ભાવ જાળવવા પામતેલ પર આયાત ડ્યૂટી ફરી એકવાર વધારવામાં આવશે.

(11:01 am IST)