Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સીમાપારથી ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ સતત ચાલુ: જમ્મુમાં આજે સવારે ફરી એકવાર બે ડ્રોન જોવા મળ્યા

એક ડ્રોન સવારે ૪.૪૦ કલાકે કાલુચક વિસ્તારમાં, જ્યારે બીજું ડ્રોન ૪.૫૨ વાગ્યે કુંજવાણીમાં દેખાયેલ.મોટી વાત એ છે કે આ બંને વિસ્તાર એરફોર્સ સ્ટેશનના ૭ થી ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે, બંને ડ્રોન ૮૦૦ મીટરની ઉચાઇએ ઉડતા હતા.છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીરના સૈન્ય મથકો આસપાસ આ ત્રીજી વખત ડ્રોન જોવા મળ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સાથે કાશ્મીરી નેતાઓની વાટાઘાટ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે પાકિસ્તાન આવા હુમલાઓ કરવાનો પ્રયાસ ચાલુ રાખશે
 

(10:16 am IST)