Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સરકાર સોશિયલ મીડિયાને છોડવામાં મૂડમાં નથી

ફેસબુક અને ગૂગલને દેશના નવા આઇટી નિયમોનું કડકાઇથી પાલન કરવાનું જણાવી દેવાયું

નવી દિલ્હી તા. ૩૦ : સોશિયલ મીડિયાના માધ્યમના દુરપયોગના મુદ્દે ફેસબુક અને ગૂગલના અધિકારીઓ માહિતી ટેકનોલોજી પરની સંસદી સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા.

કોંગ્રેસ નેતા શશી થરુરની આગેવાની વાળી સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર રહેલા ફેસબુકના શિવનાથ ઠુરાલ તથા નમ્રતા સિંહ તેમજ ગૂગલ ઈન્ડીયાના અમન જૈન તથા ગીતાંજલિ દુગ્ગલને દેશના નવા આઈટી નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવી દેવાયું છે.

ફેસબુકના પ્રતિનિધિઓએ સંસદીય સમિતિને જાણકારી આપી હતી કે કોવિડ સંબંધી પ્રોટોકોલને કારણે તેમની કંપનીની નીતિ તેમના અધિકારીઓની ફિઝિકલ પ્રેઝસન્સને મંજૂરી આપતી નથી. જોકે સમિતિના અધ્યક્ષ થરુરે જણાવ્યું કે બન્ને કંપનીઓના અધિકારીઓએ બેઠકમાં હાજર થવું પડશે કારણે સંસદીય સચિવાલય ડિઝિટલ બેઠકની મંજૂરી આપતું નથી.

પહેલા ટ્વિટર અને ફેસબુક, ગૂગલ અને હવે પછી સંસદની સમિતિ યુટ્યુબ તથા બીજા સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓને બોલાવશે. સરકારે ટ્વિટરને પણ ચોખ્ખું જણાવી દીધું છે કે તમારા નિયમો કામ નહીં આવે, અહીં રહેવું હશે તો દેશના નિયમોનું પાલન કરવું પડશે.

ફેસબુકના અધિકારીઓએ સમિતિને કહ્યું કે નવા આઈટી નિયમો હેઠળ અમે ૧૫ મે થી ૧૫ જુનની વચ્ચે સામગ્રી હટાવી છે. હવે યૂ-ટ્યૂબ અને બીજા સોશિયલ મીડિયા એકમ એક બાદ એક સૂચના ટેકનોલોજી સંબંધી આ સંસદીય સમિતિ આવનારા સપ્તાહમાં યૂટ્યૂબ અને બીજા સોશિયલ મીડિયા એકમોના પ્રતિનિધિઓને સમન પાઠવશે. ફેસબુક અને ગૂગલના પ્રતિનિધિઓને બોલાવતા પહેલા ટ્વિટરના અધિકારીઓએ સમિતિ સમક્ષ પોતાની વાત રાખી હતી. પાછલી બેઠકમાં સમિતિના ઘણા સભ્યોએ ટ્વિટરને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેની નીતિઓ નહીં, પરંતુ દેશનો કાયદો સર્વોચ્ચ છે.

(11:40 am IST)