Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ નિવૃત્ત:બાલાજી શ્રીવાસ્તવ કાર્યભાર સાંભળશે

1988 બેચના આઇપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો

નવી દિલ્હી :દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવ બુધવારે નિવૃત્ત થશે.ગૃહ મંત્રાલય દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, 1988 બેચના આઇપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો છે.

હાલમાં બાલાજી શ્રીવાસ્તવ સ્પેશિયલ સી.પી. વિજિલન્સ તરીકે મુકાયા છે.એવી અટકળો ચાલી રહી હતી કે હાલના સીપી એસ.એન. શ્રીવાસ્તવનો કાર્યકાળ વધારવામાં આવશે. પરંતુ આ બન્યું નહીં અને એલજીની મંજૂરી બાદ મંગળવારે તેમની નિવૃત્તિનો આદેશ જારી કરવામાં આવ્યો. ગયા વર્ષે દિલ્હી રમખાણો દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવને સી.પી.નો વધારાનો હવાલો મળ્યો હતો. ત્યારથી તે સીપીનું કામ સંભાળી રહ્યા હતા. માત્ર એક મહિના પહેલા જ એસ.એન. શ્રીવાસ્તવની સંપૂર્ણ રીતે દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના મતે, બાલાજી શ્રીવાસ્તવ 1988 ના આઈપીએસ અધિકારી છે. 1987 ના બે આઈપીએસ અધિકારીઓ, તાજ હસન અને સત્યેન્દ્ર ગર્ગને બાયપાસ કરતા, હાલમાં તેમને દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો છે. એક આદેશ જારી કરીને ગૃહ મંત્રાલયે તેમને આગામી આદેશો સુધી કમિશનર પદ પર કામ કરવાની મંજૂરી આપી છે. વરિષ્ઠ આઈપીએસ અધિકારી બાલાજી શ્રીવાસ્તવને પુડુચેરી અને મિઝોરમના ડીજી તરીકે મુકવામાં આવ્યા

(12:40 am IST)