Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

૧૦ લાખ બેંકરોની હડતાલ : આર્થિક વ્યવહારો સ્થગિત

અબજોનું ટર્ન ઓવર સ્થગિત : એટીએમમાં પણ રોકડની અછત સર્જાય : અર્થતંત્રને માઠી અસરઃ ૮૫૦૦૦ બ્રાંચ બંધ

બેંકો બંધ, બેંકરો રોડ પર :બે દિવસીય બેંક હડતાળનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે જયુબેલી પાસે બેંકરોએ દેખાવો કર્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

નવી દિલ્હી તા. ૩૦ : પગાર વધારાના મુદ્દે બેંક કર્મચારીઓએ યુનિયનોની હડતાળ શરૂ કરી દીધી છે. આ હડતાળની અસર પણ જોવા મળી છે. બે દિવસ ચાલનારી તેની હડતાળના કારણે ઠપ્પ હજારો બેંક શાખાઓ આજે - કાલે બંધ રહેશે. તેના કારણે બેંક સાથે જોડાયેલી અનેક સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતીય સ્ટેટ બેંક સહિત કેટલીક પ્રાઇવેટ બેંકની શાખાઓ પણ આજે અને કાલે બંધ રહેશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસીએશનના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો કે, આ હડતાલના કારણે પ્રત્યેક દિવસ ૩૯ લાખ ઇન્ટ્રમેન્ટસના કલીયરન્સ પર અસર પડશે.

એટીએમોમાં પૈસા નાખતી કંપની ફાઇનાન્શીયલ સોફટવેર એન્ડ સિસ્ટમ્સના અધ્યક્ષ વી.બાલાસુબ્રમણ્યને કહ્યું કે હડતાળના કારણે રોકડની અછત ના સર્જાય તેના માટે એટીએમોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રાઇવેટ બેંક એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સતત કાર્ય કરી રહી છે.

તેઓએ કહ્યું કે, બેંક કર્મચારીઓની હડતાળ અંગે અગાઉથી જ માલુમ હતું. તેની અમે આ પરિસ્થિતિ સાથે નિપટવાની તૈયારી કરી લીધી હતી. તેના માટે અમે બેંકો પાસેથી અગાઉથી જ રોકડ જમા કરી દિધી હતી. જેથી સમયસર એટીએમમાં નાખી શકાય.

સરકારી બેંકોનાં કર્મચારીઓએ ઇન્ડીયન બેંક એસોસિએશન દ્વારા વેતનમાં ૨ ટકાનાં સામાન્ય વધારા વિરૂદ્ઘ ૩૦મીથી બે દિવસીય દેશવ્યાપી હડતાળની ધમકી આપી છે. જો હડતાળ થાય છે તો પછી દેશમાં અરબો રૂપિયાનો કારોબાર પ્રભાવિત હોવાની આશંકા છે.

SBI, PNB, બેંક ઓફ બરોડા, ઇલાહાબાદ બેંક, યૂનિયન બેંક, યૂકો બેંક સહિત પબ્લિક પ્રાઇવેટ સેકટરનાં દરેક બેંકનાં અધિકારીઓ-કર્મચારીઓ યૂનાઇટેડ ફોરમ ઓફ યૂનિયનનાં બેનર હેઠળ હડતાળ પર છે.

જો આપ નેટબેંકિંગ, RTGS, NEFTનો ઉપયોગ કરો છો તો આ સેવાઓ પણ તમને નહીં મળે. નેટબેંકિંગવાળાઓને મુશ્કેલી થઇ શકે છે. આ સિવાય એટીએમમાં કેશ મળવા બાબતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. SBI, PNB, બેંક ઓફ

બરોડા, ઇલાહાબાદ બેંક, યૂનિયન બેંક, યૂકો બેંક સહિત પબ્લિક પ્રાઇવેટ સેકટરનાં દરેક બેંકનાં અધિકારીઓ-કર્મચારીઓ યૂનાઇટેડ ફોરમ ઓફ યૂનિયનનાં બેનર હેઠળ હડતાળ પર છે.

યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનનાં આહ્વાન પર દેશનાં ૧૦ લાખ બેંક કર્મચારી અને અધિકારી આજે ૩૦ અને આવતીકાલે ૩૧ મેંનાં રોજ હડતાળ પર છે. યૂનિયનનાં સચિવ કામરેડ ઇંદ્રપાલ રાઠીએ કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓની વેતન વૃદ્ઘિ કે જે ૧ નવેમ્બર ૨૦૧૭થી ચૂકવવા યોગ્ય છે. આઇબીએનાં બે ટકાની વૃદ્ઘિનાં શરમજનક પ્રસ્તાવનાં વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

(3:15 pm IST)