Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

૩૬ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરશે વાવાઝોડુ ‘ફાની'

આવતીકાલે સાંજ સુધીમાં ઉત્તર પヘમિ દિશામાં આગળ વધશે : કેરળ, આંધ્ર, તામિલનાડુ અને ઓડીશામાં ભારે વરસાદ પડશે : નૌસેના અને એનડીઆરએફની ટીમને એલર્ટ રખાઈ : કેન્‍દ્ર સરકારની ટીમનું સતત વોચ

કોલકત્તા, તા. ૩૦ : વાવાઝોડુ ફાની' આગામી ૩૬ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડુ ૧ મેના સાંજ સુધીમાં ઉત્તર પમિ દિશા તરફ આગળ વધશે. કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, અને ઓડીશામાં ભારે વરસાદની સંભાવના છે. ઓડીશામાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્‍યુ છે. નૌસેના અને એનડીઆરએફની ટીમને પણ દરિયા કિનારે સતત વોચ ઉપર રાખવામાં આવી છે.

વાવાઝોડુ ફાની'ના પગલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પણ અધિકારીઓને સતત ખડેપગે રહેવા સુચનાઓ આપી છે.  દરમિયાન ગૃહમંત્રાલયે ગઈકાલે જાહેર કર્યુ છે કે, વાવાઝોડુ ફાની' ચેન્‍નૈથી ૮૮૦ કિ.મી. દક્ષિણ પૂર્વ દિશામાં હતું અને આજે ખતરો વધુ થવાની આશંકા છે. વાવાઝોડુ ઉત્તર પમિ દિશા તરફ આગળ વધવાનું જારી રહેશે.

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ ઓડીશા અને આંધ્રપ્રદેશના દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં તા.૩ અને ૪ મેના ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પમિ બંગાળના દરિયાઈ જિલ્લાઓમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તામિલનાડુ, પુડ્ડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્‍તારોમાં તોફાની પવન ફૂંકાશે. વાવાઝોડુ ફાની'ના પગલે આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્‍તારોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે. હવામાન વિભાગના સૂત્રો કહે છે કે, ૧૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. દરિયાઈ મોજા ઉછળશે. પુડ્ડુચેરી, તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાઈ વિસ્‍તારોમાં ૩ મે સુધી વાતાવરણ સાનુકૂળ નહિં રહે. બંદરોમાં ૨ નંબરનું વોર્નીંગ સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચનાઓ આપી દેવામાં આવી છે.

(11:41 am IST)