Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ટૂંક સમયમાં મસુદ અઝહર વૈશ્વિક ત્રાસવાદી જાહેર થશે

આખરે ચીનની આંખ ઉઘડીઃ ભારત, અમેરિકા, બ્રિટન, ફ્રાન્‍સ, રશિયા વગેરેનું દબાણ કામ કરી ગયું: ચીન પોતાનું વલણ બદલવા તૈયાર થયું : જો નરાધમ મસુદ અઝહર ગ્‍લોબલ ટેરેરીસ્‍ટ જાહેર થશે તો મોદી સરકારની એક સૌથી મોટી ડીપ્‍લોમેટીક જીત થયેલી ગણાશેઃ પુલવામાકાંડનો માસ્‍ટર માઈન્‍ડ છે મસુદ અઝહર

નવી દિલ્‍હી, તા. ૩૦ : કેન્‍દ્રની મોદી સરકારનો એક મોટો ડીપ્‍લોમેટીક વિજય થાય તેવી શકયતા છે. પાકિસ્‍તાન સ્‍થિત જૈશ-એ-મોહમ્‍મદનો વડો મસુદ અઝહર આવતીકાલે વૈશ્વિક ત્રાસવાદી એટલે ગ્‍લોબલ ટેરેરીસ્‍ટ જાહેર થઈ શકે છે. આ મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે કે, ચીન આવતીકાલે યુનોમાં મસુદ અઝહરને ગ્‍લોબલ ટેરેરીસ્‍ટ જાહેર કરવાને લઈને પોતાનું વલણ બદલી શકે છે.

જો અઝહર મસુદને ગ્‍લોબલ ટેરેરીસ્‍ટ જાહેર કરવામાં આવે તો મોદી સરકારની એક મોટી કુટનિતીક જીત થઈ શકે છે કારણ કે ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ તેને ગ્‍લોબલ ત્રાસવાદી જાહેર કરવા માટે દુનિયાભરના દેશોનું સમર્થન ભારતને પ્રાપ્‍ત થયુ હતું.

એક ટોચના અધિકારીએ જણાવ્‍યુ છે કે જો મસુદ અઝહરને ગ્‍લોબલ ત્રાસવાદી જાહેર કરવામાં આવે તો એ મોતની ચેતવણી હશે. પુલવામા હુમલા બાદ યુનોમાં અમેરિકા, ફ્રાન્‍સ અને યુકેના નેતૃત્‍વમાં મસુદને ગ્‍લોબલ ત્રાસવાદી જાહેર કરવાની માગણી થઈ હતી પરંતુ ચીને તેનો બચાવ કર્યો હતો. તેઓએ જણાવ્‍યુ હતુ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્‍સ દ્વારા ૧૩મી માર્ચે રાખવામાં આવેલા પ્રસ્‍તાવ પર ચીનની ટેકનીકલ પકડ હટી જવાની આશા છે. સુરક્ષા પરિષદના અન્‍ય સભ્‍યોએ આ પગલાને મંજુરી આપી છે.

ફ્રાન્‍સ, અમેરિકા અને બ્રિટન મસુદને યુએનએસસીના ૧૨૬૭ હેઠળ પ્રતિબંધ મુકવા માગે છે. હવે મસુદને તેમા સામેલ કરવામાં આવશે. જો ચાઈના રાજી થઈ જશે તો. ચીનનું વલણ એકાદ દિવસમાં સ્‍પષ્‍ટ થઈ જવાનુ છે અને તેનો નિર્ણય પણ આવી જશે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્‍સ કાઉન્‍સીલના ત્રણેય કાયમી સભ્‍યો છે અને તેઓ ચીન સાથે આ મામલે સતત સંપર્કમાં છે. પરસ્‍પર સ્‍વીકાર્ય હોય તે મુદ્દા ઉપર કોઈ ઉકેલ નિકળી આવશે. જો આ વાટાઘાટો સફળ થશે તો ચાઈના અઝહર ઉપર પ્રતિબંધો ફરમાવશે. ભારત પણ અલગ રીતે ચીનના વિદેશ સચિવ સાથે સંપર્કમાં છે. રશિયા પણ પાછલા દરવાજેથી ચીન પર દબાણ લાવી રહ્યુ છે. પુલવામાકાંડ બાદ સતત તેના પર કોરડો વિંઝવાની વાત જણાવતુ હતું.

મળતા અહેવાલો મુજબ ચીન ૧૫મી મે એ મસુદ અઝહર ઉપરના પ્રસ્‍તાવને સમર્થન આપે તેવી શકયતા છે.

(10:27 am IST)