Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

હવે રાહુલ ગાંધી અને મનોહર પર્રિકર વચ્ચે પત્રયુધ્ધ :

તુચ્છ રાજનીતિ કરવાનો રાહુલ પર આરોપ :રાહુલે કહ્યું મેં મુલાકાત વિષે નહિ પરન્તુ પહેલેથી જાહેર છે તે વાતો કરી

મુંબઈ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનોહર પાર્રિકર વચ્ચે થયેલી મુલાકાતે રાજકિય રૂપ ધારણ કર્યુ છે. મનોહર પાર્રિકરની તબિયત પુછવા માટે ગયેલા રાહુલ ગાંધી પર પાર્રિકર રોષે ભરાયા છે અને મનોહર પાર્રિકરે પત્ર લખીને તુચ્છ રાજનિતી કરવાનો રાહુલ પર આરોપ લગાવ્યો છે.

 ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં પત્રનાં જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વળતો પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે,આપણી વચ્ચે થયેલી મુલાકાત વિશે મેં જાહેરમાં ચર્ચા કરી નથી. પરંતુ એ વાતો જ જાહેર કરી છે. જે પહેલે થી જાહેર છે. ખોટી રીતે વિવાદ ઉભો કરાયો છે.

    રાહુલે સવાલ કર્યો છે કે, મનોહર પાર્રિકરે મને જે પત્ર લખ્યો છે. તે મારા સુધી પહોંચતા પહેલા મિડીયામાં લીક થઈ ગયો હતો. રાહુલે કહ્યું હતું કે અમારા વચ્ચે થયેલી મુલાકાત વિશે કોઈ ચર્ચા થઈ નથી. રાહુલે કહ્યું છે કે,પાર્રિકરજી પોતાની પાર્ટીનાં દબાણમાં છે. અટલે તે જેમ-તેમ બોલી રહ્યા છે.

    રાહુલે જણાવ્યું કે અમારી મુલાકાત સંપૂર્ણ વ્યક્તિગત અને સહાનુભૂતિપૂર્ણ છે. રાહુલે પાર્રિકરને યાદ આપાવ્યું કે જ્યારે તમે અમેરિકામાં સારવાર લઈ રહ્યા હતા. ત્યારે પણ તમારી તબિયત વિશે મેં જાણકારી મેળવી હતી. જનપ્રતિનિધી હોવાને કારણે સત્તાધિશોને સવાલ કરવાનો મને અધિકાર છે.

(11:15 pm IST)