Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

મધ્યપ્રદેશમાં ચાર મહિનામાં 1000 ગૌશાળાનું નિર્માણ કરાશે : 450 કરોડના ખર્ચે પ્રોજેક્ટ :બે ઘર પાસાઘુઓને મળશે આશરો

મેનેજમેન્ટથી લઈને તમામ કર્યો સ્થાનિકોને સોંપાતા રોજગારીની મળશે તક

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  કમલનાથનો ગૌપ્રેમ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં ચાર જ મહિનામાં ૧૦૦૦થી વધુ ગૌશાળાના નિર્માણની રાજય સરકારે જાહેરાત કરી છે. મંત્રાલયમાં ગૌશાળા પ્રોજેકટ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં રાજયના મુખ્યમંત્રી કમલનાથે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, તેમણે પ્રજાને આપેલ એક વચન આજે નિભાવ્યું છે.

  રૂ.૪૫૦ કરોડના ખર્ચે આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેનું સંપૂર્ણ સંચાલન રૂરલ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે જે ગ્રામ પંચાયત, ગ્રામ્ય સંસ્થાઓ અને આત્મનિર્ભર સંગઠનો અંતર્ગત પશુ સંરક્ષણ સંસ્થાઓના સહકારથી આ કેમ્પેઈનને વેગ આપવામાં આવશે

   મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બેઘર પશુઓને આશરો આપવા ઉપરાંત આ પ્રોજેકટ સ્થાનિક લોકોની રોજગારીની તકો પણ ઉભી કરશે જે હજાર ગૌશાળાનું નિર્માણ થનાર છે તેનું મેનેજમેન્ટથી લઈ તમામ કાર્યો લોકલ પબ્લિકને સોંપવાથી તેમને પણ કમાવવાની તક મળશે.

(11:12 pm IST)