Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઇન્ડિયન અમેરિકન શીખ ડ્રાઇવર જસપ્રિત સિંઘના હત્યારાને ૧૭ વર્ષની જેલસજાઃ ૧૨ મે ૨૦૧૮ના રોજ લૂંટફાટ, હુમલો તથા ગેરકાયદે હથિયાર રાખવાના આરોપીએ ગૂનો કબૂલી લીધોઃ મૃતક જસપ્રિતના ૪ સંતાનો, પત્ની, તથા માતા નોધારા બન્યા

ઓહિયોઃ યુ.એસ.માં હેમિલ્ટોન, ઓહિયો સ્થિત ઇન્ડિયન અમેરિકન શીખ પર વર્ષીય જસપ્રિત સિંઘના હત્યારા મલિક જોન્સ રોબર્ટસને ૧૭ વર્ષની જેલસજા ફરમાવાઇ છે.

૨૨ જાન્યુ.ના રોજ કોર્ટએ આપેલા ચુકાદા મુજબ તેના ઉપર લૂંટફાટ, હુમલો, તથા ગેરકાયદે હથિયાર રાખવાનો આરોપ હતો. તેણે ૧૨મે ૨૦૧૮ના રોજ કારમાં બેઠેલા જસપ્રિત ઉપર ગોળીબાર કર્યો હતો. આથી જસપ્રિતને તાત્કાલિક હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર રાખી સારવાર અપાઇ હતી. જયાં ૧૦ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. આરોપીએ ગૂનો કબૂલી લીધો હતો.

ભારતના પંજાબના વતની તથા છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા અને ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા આ શીખ સજ્જનને પત્ની,માતા,તથા ૪ બાળકો છે જે સહુ નોંધારા બની ગયા છે.

 

(7:49 pm IST)