Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમે ભારતમાં રોજગારી દેવામાં મોદીની મદદ કરી શકીએ છીએ

ચીનના સરકારી અખબારમાં પ્રસિધ્ધ થયો રીપોર્ટ

બીજીંગઃ ચીનના જણાવ્યા મુજબ ભારતમાં રોજગારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈની મદદ કરી શકીએ છીએ. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સની એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ ચીન ઈચ્છે છે કે મોદી ભારત ઉપર વધુ સારૂ નિયંત્રણ રાખે. મોદી રોજગારીની કમીના કારણે અસંતોષનો સામનો કરી રહ્યા છે. જે ચીન માટે સારા સમાચાર નથી.

આ રીપોર્ટમાં જણાવ્યા મુજબ ડોકલામ વિવાદના એક વર્ષ બાદ બન્ને દેશોના સંબંધમાં સુધાર આવ્યો છે. ભારતની કેન્દ્ર સરકાર કમજોર છે અને તેની જનસંખ્યા વિવિધતા વાળી છે. અમને આશા છે કે મોદી પોતાની સાર્વજનીક છબી સુધારશે જેથી વિકાસને આગળ ધપાવવા પુરતી શકિત મેળવી શકે અને ભારત થતા ચીન વચ્ચેના આર્થીક સહયોગ ધ્વીપક્ષીય સંબંધોની જેમ મજબુતી સાથે આગળ વધે. રીપોર્ટ અનુસાર મોદી ચીની નિવેશ વધારી રોજગારીના માધ્યમ દ્વારા પોતાની છબી સુધારી શકે છે. એવુ લાગે છે કે ભારત ધર્મસંકટમાં ફસાયેલુ છે. જો દિલ્હી ચીન નિવેશ ઉપર પ્રતિબંધ લગાવે તો આ પગલાથી નોકરીઓમાં કમી આવશે. ભારતમાં ચીનનો નિવેશ મુખ્યરૂપથી શ્રમના ક્ષેત્રમાં જોડાયેલા છે. ઉદાહરણ તરીકે સ્માર્ટ ફોન પ્લાન્ટ્સઃ જો ભારત પોતાને ચીની નિવેશ માટે આર્કષીત કરી શકે તો એથી ભારતમાં નોકરી વધી શકે છે.

(3:52 pm IST)