Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

મધ્યપ્રદેશમાં ર૦ વર્ષ બાદ ર૧ શિક્ષકોની અયોગ્ય ગુણવત્તાઃ છુટ્ટા કરાયા

વિજયપુર, તા., ૩૦: મધ્યપ્રદેશના વિજયપુર પંથકમાં સહસરામ ગામની હાઇ સેકન્ડરી સ્કુલમાં નિયમ વિરૂધ્ધ અયોગ્યતા ધરાવતા ર૧ શિક્ષકો અને ૩ કર્મચારીઓને બરખાસ્ત કરવામાં આવ્યા છે. ફરીયાદ બાદ તપાસ થતા તેઓની અયોગ્યતા હોવાનું માલુમ પડતા છુટા કરવામાં આવ્યા છે.  આ આદેશથી શિક્ષણ જગતમાં હડકંપ મચી ગઇ છે. છુટા કરાયેલા શિક્ષકોએ ઉચ્ચ ન્યાયલયનો દરવાજો ખખડાવ્યો છે. ૧૯૯૪ માં સરકારે સહસરામ પુરની મીડલ સ્કુલને અપગ્રેડ કરી હાઇસ્કુલનો દરજ્જો દીધો હતો. આ દરમિયાન ગામની જ એક ખાનગી સ્કુલના સંચાલક અને અધિકારીઓએ આ સ્કુલમાં ભરતી પામેલ વાસ્તવમાં સરકારે આ નીજી સ્કુલને સીવીલીયન કરી ન હતી.

(3:37 pm IST)