Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પાક. ગાયક રાહત ફતેહ અલીખાનને ઇડીએ ફટકારી નોટીસ

ભારતમાં વિદેશી ચલણની દાણચોરીનો આરોપ

નવી દિલ્હી તા. ૩૦ : પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન મુશ્કેલીમાં ફસાયા છે. તેમને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે નોટિસ આપી છે. તેમને આ નોટિસ FEMAના ઉલ્લંઘન મામલે મળી છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે સિંગર પર ભારતમાં વિદેશી મુદ્રાની સ્મગલિંગનો આરોપ છે. EDએ સિંગરને આ મામલે જવાબ માંગ્યો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાહત ફતેહ અલી ખાને ગેરકાનૂની રીતે ૩,૪૦,૦૦૦ યૂએસ ડોલરની કમાણી કરી છે.

આ રકમમાંથી તેમણે ૨,૨૫,૦૦૦ ડોલરની સ્મગલિંગ કરી છે. કહેવામાં આવે છે કે જો તપાસ એજન્સી સિંગરનાં જવાબથી સંતુષ્ટ ના થઇ તો તેમને સ્મગલિંગ કરવામાં આવેલી રકમ પર ૩૦૦% દંડ આપવો પડશે. જો તે દંડ નથી આપતા તો તેમને લૂકઆઉટ નોટિસ આપવામાં આવે છે. સાથે ભારતમાં તેમના શો પર રોક પણ લગાવવામાં આવી છે.

આ પહેલા ૨૦૧૧માં સિંગરને દિલ્હીનાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સવા લાખ ડોલરની સાથે પકડવામાં આવ્યો હતો. તે સમયે રાહત ફતેહ અલી ખાન આ પૈસા સાથે જોડાયેલા કોઇપણ ડોકયુમેન્ટ દર્શાવી શકયા નહોતા. તેમની સાથે હાજર તેમના મેનેજર અને આયોજકને પણ પોલીસે કસ્ટડીમાં લીધો હતો. જણાવી દઇએ કે રાહત ફતેહ અલી ખાન બોલીવુડની ઘણી ફિલ્મોમાં ગીત ગાઇ ચુકયો છે. તેમના ગીતોને ઘણા જ પસંદ કરવામાં આવ્યા છે.

ભારતમાં પાકિસ્તાની સિંગર્સ પર રોક લગાવવામાં આવી હોવા છતા રાહત ફતેહ અલી ખાનને બોલીવુડમાં ગીત ગાવાની તકો આપવામાં આવી રહી છે. તેમણે સલમાન ખાનની અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે.

(3:34 pm IST)