Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

કુંભમાં યોગીની આસ્થાની ડુબકી

ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં પહેલીવાર કેબીનેટ બેઠક રાજધાની લખનૈની બહાર પ્રયાગ ખાતે યોજાઈ હતી. અહીં ચાલી રહેલ કુંભના મેળાના અનુસંધાને બેઠક યોજાએલ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, કેબીનેટ મંત્રીઓ સૂર્યપ્રતાપ શાહી, ડો.મહેન્દ્રસિંહ, બૃજેશ પાઠક, આશુતોષ સહીતના લોકોએ કેબીનેટ બેઠક બાદ પવિત્ર સંગમ તટે આસ્થાની ડુબકી લગાવી હતી. જો કે આ અંગે કોંગ્રેસ નેતા શશી થરૂરે ચીટીંયો ભર્યો હતો. તેમણે જણાવેલ કે ગંગાને સાફ પણ રાખવાની છે અને પાપ પણ અહીં જ ધોવાના છે.

(3:34 pm IST)