Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

નીરવ મોદીના બંગલામાંથી કિંમતી વસ્તુઓ મળી આવતા ડિમોલેશન અટકાવાયું

પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ મામલે રાયગઢ પાસેના : બે મુલ્યવાન કાર, ગાદલા, ગ્લાસ ફ્રેમ, ફર્નીચર મળી આવતા બંગલો પાડવાનુ કામ રોકી દેવાયું

ડીમોલેશન દરમિયાન નીરવ મોદીના બંગલામાંથી મળી આવ્યો ખજાનોઃ કામગીરી અટકાવાઇઃ દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક (પીએનબી) ગોટાળાના આરોપી નિરવ મોદીના આલીશાન બંગલાને તોડી પાડવાનુ કામ અટકાવી દેવાયું છે.

રાયગઢથી ૯૦ કિમી દુર અલીબાગ તટ પાસેના કિહિમમાં ૫૮ ગેરકાયદેસર ઇમારતો તોડી પાડવાના બોમ્બે હાઇકોર્ટ દ્વારા આદેશ અપાયેલ. જેમા નિરવ મોદીના બંગલાનો પણ સમાવેશ થતો હતો. ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન જીલ્લા તંત્ર અને ઇડીને બંગલામાંથી કિંમતી વસ્તુઓ મળી આવતા પાડવાનું કામ થોભાવી દેવામાં આવેલ. રાયગઢના કલેકટર સુર્યવંશીના જણાવ્યા મુજબ બંગલાને તોડવાની કામગીરી અસ્થાયી સમય સુધી રોકી દેવામાં આવી છે. જેથી બંગલામાંથી મળેલ બે કિંમતી કાર, ગાદલા, ગ્લાસ ફેમ, ફર્નીચર વગેરે મુલ્યવાન વસ્તુઓને નુકશાન વગર બહાર કાઢી તેની વધુમાં વધુ કિંમત  વસુલી શકાય.

(3:33 pm IST)