Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

૭૫ વર્ષનાં માજીએ મકાઇના ભુટ્ટા શેકવા બનાવ્યો સોલર-પાવર્ડ પંખો

બેંગલોર, તા.૩૦: ક્રીએટિવિટીને ઉંમર સાથે કોઇ લેવાદેવા નથી. બેન્ગલોરમાં રહેતા સેલવમ્મા નામનાં ૯૫ વર્ર્ષના માજી એનું ઉદાહરણ છે. સેલવમ્મા મકાઇના ભુટ્ટા વેચવાની રેંકડી ચલાવે છે અને મકાઇના ડોડાને શેકવા માટે કોલસા વાપરે છે. જોકે કોલસાને સતત ધીમે-ધીમે સળગતા રાખવા હોય તો એને ફુંક મારતાં રહેવું પડે. કયારેક કોલસા બહુ જલદી સળગી જતા અને અને કારણે વ્યય બહુ થતો. છેલ્લાં વીસ વર્ષથી ભુટ્ટાનો ઠેલો ચલાવતાં માજીએ થોડાક સમય પહેલાં એક સ્વૈચ્છિક સંસ્થાએ સૌરઊર્જાની નાની કિટ આપી. આ માજીએ એ કિટ સાથે ટચુકડો પંખો લગાવી દીધો અને મકાઇના ડોડા ભૂંજવા માટે સળગતા કોલસા પાસે રાખી દીધો. સોલર-પાવર દ્વારા જનરેટ થતી વીજળીથી આ પંખો ચાલ્યા કરે છે. અને એની હવાથી કોલસા ખૂબ ધીમે-ધીમે સળગતા રહે છે. માજીનું કહેવું છે કે આ નવો જુગાડ કર્યા પછી તેમની કોલસાની ખપત અડધી થઇ ગઇ છે. કોલસાની જરૂરિયાત ઘટી હોવાથી તેમને વધુ નફો મળે છે અને અનોખી રેંકડીને જોઇને ગ્રાહકો પણ વધુ મળે છે.

(3:30 pm IST)