Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વિશ્વના અત્યંત ઠંડા પ્રદેશ આર્કટિકની બર્ફીલી હવા ભારત તરફ ફૂંકાઇ રહી છે

અમેરીકા-યુરોપ જેવી ઠંડી ભારતમાં અનુભવાઇ રહી છે

નવી દિલ્હી, તા.૩૦: ઉત્ત્।ર ભારતમાં લાંબો અને ઠૂઠવી નાંખે તેવો શિયાળો આખા દેશ માટે આશ્યર્યનું કારણ બની ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તેનો સીધો સંબંધ આર્કટિક રિજન સાથે છે. વિશ્વના અત્યંત ઠંડા પ્રદેશ આર્કટિકની બર્ફીલી હવા ભારત તરફ ફૂંકાઈ રહી છે. MET (હવામાન ખાતા)ના જણાવ્યા મુજબ પોલર વોર્ટેકસ (ધ્રુવીય ચક્રવાત)થી હવામાં ચડાવ-ઉતાર (સરકયુલેશન) થવાને કારણે ડિસેમ્બરથી અત્યાર સુધી ઉત્ત્।ર ભારતમાં ઠંડીની અસર વધારે વર્તાઈ રહી છે.

રાજસ્થાનના ચુરુમાં કડાકા વાળી ઠંડી પડી રહી છે અને ત્યાંનું તાપમાન -૧ ડીગ્રી છે. હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે આ પોલર વોર્ટેકસને કારણે હોઈ શકે છે. પોલર વોર્ટેકસને કારણએ યુરોપ અને અમેરિકામાં પણ આ વર્ષે જબરદસ્ત ઠંડી પડી છે.

IMD લોન્ગ રેન્જના પ્રમુખ ડી સિવાનંદ પાઈએ જણાવ્યું, આર્કટિકથી નીકળતી ઠંડી યુરોપ અને અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં ફેલાઈ રહી છે. પશ્યિમ ભાગમાં નબળુ પડેલુ દબાણ ઉત્ત્।ર ભારત તરફ ધકેલાયુ છે. આ કારણે દક્ષિણ યુરોપ જેવી ઠંડી ઉત્ત્।ર ભારતમાં પડી રહી છે. પશ્યિમિ દબાણ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD) એ લો પ્રેશરની હવા છે જે ભૂમધ્ય સમુદ્ર પરથી પશ્યિમ અને આસપાસના વિસ્તારમાંથી આવે છે અને સાથે ઠંડી તથા ભેજ લઈ આવે છે. મોટાભાગના પવન હિમાલય સાથે અથડાય છે અને ઉત્ત્।ર ભારતને અસર પહોંચાડે છે.

જાન્યુઆરીમાં આવી સાત શીતલહેરો ઉત્ત્।ર ભારતમાં ફરી વળી હતી. સામાન્ય રીતે આવી ચારથી છ શીતલહેર જ જોવા મળે છે. IMDના રિજન્લ મિટિયોરોલોજિકલ સેન્ટરના વડા બી પી યાદવે જણાવ્યું કે આ મહિને દરેક ત્રણથી ચાર દિવસે આવી લહેરની આખા વિસ્તારમાં અસર પડી રહી છે. આર્કટિક વિસ્તારમાં તાપમાન ઊંચુ જતા આ લહેરો આખી દુનિયામાં ફરી રહી છે, અગાઉ તે માત્ર આર્કટિક રિજન સુધી જ સીમિત હતી.

હવે જમ્મુ કાશ્મીરમાં સક્રિય થયેલા તાજા વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે. તેને કારણે પશ્યિમ રાજસ્થાનમાં સાઈકલોનિક સરકયુલેશન બનેલું છે અને હવાએ પોતાની દિશા બદલી દીધી છે.(૨૨.૧૨)

(3:29 pm IST)