Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

દુધનું દુધ પાણીનું પાણી થઇ જશે....!

રાફેલ મામલે સરકાર વળતો ઘા મારવાની તૈયારીમાં: સંસદમાં રજુ કરશે CAG રિપોર્ટ

રાફેલની કિંમત જાહેર થશે! વિપક્ષની બોલતી બંધ કરવા સરકાર મક્કમ

નવી દિલ્હી, તા. ૩૦ : સંસદના બજેટ સત્રમાં રાફેલ મુદ્દા પર સીએજીનો રીપોર્ટ સદનમાં રજૂ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર સંસદના બજેટ સત્ર દરમ્યાન સંસદમાં રાફેલ મુદ્દા પર સીએજી રીપોર્ટ રજૂ કરશે. આ અંગે બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે હવે થશે 'દૂધ કા દૂધ અને પાની કા પાની' ઉલ્લેખીય છે કે ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણની સાથે જ સંસદના બજેટ સત્રની શરુઆત થવા થઇ રહી છે. બીજી બાજુ ૧લી ફેબ્રુઆરીએ સરકાર સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આવનારી ૧ ફેબ્રુઆરીએ સરકાર ૪ મહીનાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીના કારણે ૧ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર તરફથી વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પહેલા સરકાર તરફથી ર મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે સરકાર ૪ મહીનાનું વચગાળાનું બજેટ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, એક અધિકારીના જણાવ્યા મુજબ લેખા સમિતિને કિંમત જાણવી છે તો તેને રક્ષામંત્રાલય સાથે સંબંધિત પ્રતિલિપ પ્રાપ્ત કરવી પડશે. જોકે કેગ દ્વારા રક્ષામંત્રાલયને પૂછવામાં આવેલા સવાલો હેઠળ આપેલા જવાબોને જોડીને આ ફાઇનલ ડ્રાફટ રીપોર્ટને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક અધિકારીના જણાવ્યા મુજબ ફાઇનલ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક અધિકારીના જણાવ્યા મુજબ ફાઇનલ રીપોર્ટ હેઠળ ત્રણ પ્રતિઓમાં રાફેલ વિમાનનો ખુલાસો કરવામાં આવશે અને સંસદને જે રીપોર્ટ સોંપવામાં આવશે તેમાં કિંમતો સુધારીને આપવામાં આવશે.

સુપ્રીમકોર્ટના આદેશ મુજબ અગાઉ રાફેલની કિંમતોને ઓછી કરવાનો હવાલો આપવામાં આવ્યો હતો. સુપ્રીમના આદેશ મુજબ આ કેગ રીપોર્ટની લોક લેખા સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી છે અને રીપોર્ટનો નવો ભાગ સંસદની સામે રાખવામાં આવ્યો અને તે સામાન્ય છે. કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારનું માનવું છે કે તે વાસ્તવિકરૂપથી યોગ્ય નથી અને જયારે સુપ્રીમનો આદેશ આવ્યો તો તે દરમ્યાન કેગે રીપોર્ટને લોક લેખા સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.

(3:25 pm IST)