Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

૩ વર્ષમાં ર૦૦ ઇલેકટ્રીક બસ તથા ૧૦૦ ઇ-રીક્ષા ખરીદાશેઃ ૧ર રોડ પર પાર્કીગ ચાર્જ

રાજકોટઃ શહેરના પર્યાવરણની જાળવણી માટે થઇ રહેલા પ્રયાસોમાં વાયુ પ્રદુષણ ક્રમશઃ ઓછું થાય તે માટે મહાનગર પાલીકા પ્રયાસો કરે છે આ હેતુને નજર સમક્ષ રાખી આગામી ત્રણ વર્ષમાં મહાનગર પાલીકા દ્વારા કુલ ર૦૦ ઇલેકટ્રીક બસની ખરીદી કરવામાં આવનાર છે જેમાં આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ર૦માં પં૦ બસ અને ત્યાર બાદના બે વર્ષમાં ૭પ-૭પ ઇલેકટ્રીક  બસ ખરીદવામાં આવશે.

સાયકલ ખરીદનારને  રૂ. ૧૦૦૦ની સહાય

શહેરીજનો પોતાના સ્વાસ્થ્ય બાબતે વધુ સતર્ક અને સજાગ બને તેવા ઉમદા આશયથી આગામી વર્ષમાં શહેરીજનોને નવી સાઇકલની ખરીદીમાં પ્રોત્સાહન આપવાની યોજના બનાવાઇ છે. આ યોજના હેઠળ નવી સાઇકલની ખરીદી કરનાર વ્યકિતને રૂ. ૧૦૦૦નું રીફંડ આપવામાં આવશે. આ યોજના માટે રૂ. ૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

તથા ૧૦૦ ઇ-રીક્ષા ખરીદવા માટે સખી મંડળને સબસીડી જોગવાઇ રૂ. ૧રપ લાખ કરાઇ છે તથા લાસ્ટ માઇલ કનેકટીવીટીના સિધ્ધાંત હેઠળ ખાનગી કોન્ટ્રાકટ દ્વારા પણ ઇ-રીક્ષા ચલાવવાનું આયોજન છે અને શહેરમાં અલગ-અલગ દસ સ્થળે વિનામુલ્યે ઇ-રીક્ષા પાર્કીગની સુવિધા મળે તે માટે જમીનના પ્લોટ આઇડેન્ટીફાય કરી આપવામાં આવશે. આ ઉપરાંત ઇ-રીક્ષાઓને વિનામુલ્યે બેટરી ચાર્જીગની સુવિધા આપવા વિવિધ સ્થળે ચાર્જીગ સ્ટેશન બનાવવામાં આવશે. જેનો ઇલેકટ્રીક ખર્ચ મહાનગર પાલીકા વહન કરશે.

શહેરના ૧ર મુખ્ય માર્ગો પર પાર્કીગ ચાર્જ

શહેરમાં આડેધડ થતા વાહન પાર્કીગમાં શિસ્તબધ્ધતા આવે અને ટ્રાફીકના પ્રશ્ન હળવા કરવાના પ્રયાસોમાં પણ તેનો ફાયદો નાગરીકોને થાય તેવા આશયથી આગામી નાણાકીય વર્ષથી શહેરના મુખ્ય ૧ર માર્ગો પર હવેથી વાહન પાર્કીગ કરનાર વ્યકિત પાસેથી ચાર્જ વસુલ કરવાનું નક્કી કરવામાં આવનાર છે.

(3:22 pm IST)