Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ગ્રાન્ટના અભાવે ગત વર્ષમાં ૪૦૦ કરોડ ઘટાડવા પડ્યા : ૧૩ર૪ કરોડનું રિવાઇઝડ બજેટ

આવતા વર્ષે પગાર ખર્ચ ૩રપ કરોડ અને ટેક્ષની આવક રપ૦ કરોડ થશે : ટી.પી. હોર્ડીંગ બોર્ડમાંથી ર૩૦ કરોડની આવકનો અંદાજ

રાજકોટ, તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશનનું ગત નાણાકિય વર્ષ ર૦૧૮-૧૯નું રૂ. ૧૩ર૪ કરોડનું રિવાઇઝડ બજેટ પણ મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી માટે રજૂ કર્યુ હતું.

રિવાઇઝડ બજેટમાં ૪૦૦ કરોડનો ઘટાડો થયો છે. તે અંગે સ્પષ્ટતાં કરતા શ્રી પાનીએ જણાવ્યું હતું કે ગત વર્ષનું ૧૭૬૯ કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમીટીએ મંજુર કર્યુ હતુ પરંતુ આ બજેટમાં સુચવાયા મુજબ રાજય સરકારની અમૃત યોજનાની ત્થા સ્માર્ટ સીટીની ગ્રાન્ટ ગત વર્ષે મળી નહી તેના કારણે ૪૦૦ કરોડ જેટલી રકમ ઘટાડવી પડી અને બજેટમાં સુચવાયેલ કેટલીક મોટી યોજનાઓ ગત વર્ષે સરકાર થઇ શકી ન હતી. પરિણામે હવે ૧૭૬૯ કરોડનું બજેટ ઘટાડીને ૧૩ર૪ કરોડનું રિવાઇઝડ બજેટ સ્ટેન્ડીંગની મંજુરી માટે રજૂ કરાયુ છે.

આ ઉપરાંત નવા ર૦૧૯-ર૦નાં બજેટમાં આવકનાં લક્ષ્યાંક અંગે કમિશનરશ્રીને જણાવ્યું હું કે નવા બજેટમાં મીલ્કતવેરાની આવકનો અંદાજ રપ૦ કરોડ ત્થા ટાઉન પ્લાનીંગમાં એફ.એસ.આઇ. વેચાણમાંથી રૂ. ૧૧૦ કરોડ અને જમીન વેચાણમાંથી ૧૦૦ કરોડ ત્થા હોર્ડીંગ બોર્ડ ભાડામાંથી ર૦ કરોડ સહિત કુલ ર૬૦ કરોડની આવકનો અંદાજ મંજુર કરાયો છે.

જયારે નવા બજેટમાં પગાર ખર્ચ ૩રપ કરોડ સુચવયો છે. જેમાં૭માં પગાર પંચનું ૭ થી ૮ ટકા એરિયર્સનો પણ સમાવેશ થશે. ટુંકમાં આવક સામે જાવક પણ એટલી જ થશે.

(3:18 pm IST)