Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સોખડા ડમ્પીંગ યાર્ડમાં બગીચો બનશેઃ સ્માર્ટ કચરાપેટી તંત્રને ઢંઢોળીને કહેશે 'મારો કચરો લઇ જાવ'

નવા બજેટમાં સ્વચ્છતા માટે ૧૦ કરોડની જોગવાઇઓ

રાજકોટ : વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં સ્વચ્છતા માટે ૧૦ કરોડની જોગવાઇઓ કરાઇ છે. જેમાં સોખડા ડમ્પીંગ યાર્ડ કે જ્યાં આજ સુધી શહેરની ગંદકી - કચરો ઠલવાતા હતા તેના ગંદકીના ગંજ દુર કરી આ સ્થળે રૂ. ૮ કરોડના ખર્ચે વિશાળ પાર્ક (બગીચો) બનાવાશે. આ ઉપરાંત ૪૦ સ્થળોએ ૨ કરોડના ખર્ચે સ્માર્ટ કચરાપેટી મુકાશે. આ કચરાપેટી સેન્શરવાળી હશે જેથી તેમાં કચરો ભરાઇ જાય કે તુરંત જ સોલીડ વેસ્ટ વિભાગને આ કચરાપેટીનો કચરો લઇ જવાની સુચના આપમેળે મળી જશે. જેથી આ સ્થળે ગંદકી ન થાય જે - જે સ્થળોએ આવી સ્માર્ટ કચરાપેટી મૂકાશે તેની યાદી આ મુજબ છે.

*  છોટુનગર હોલ પાસે

*  નહેરૂનગર બગીચા પાસે

*  એ.જી. બ્રાન્ચ પાસે

*  ઝુલેલાલ નગર ૪/૧૦

*  તોપખાના ગ્રાઉન્ડ

*  રૂખડીયા સ્મશાન પાસે

*  લક્ષ્મીનગર ચાલુ

*  કબીર ગેઇટ પાસે

*  દોશી હોસ્પિટલના ખૂણે

*  સહજાનંદ પારડી રોડ

*  મેઘાણી રંગ ભુવન

*  નિરંજન સ્કુલ

*  ઢેબર કોલોની      

* નુરાની પરા

*  સંદેશ પ્રેસની પાછળની શેરી

*  લોહાનગર બીએસએનએલ પાસે

*  આંબેડકરનગર મેઇન રોડ

*  સ્વામીનારાયણ ગુરૂકુળની સામે

*  માયાણી આવાસ યોજના સામે

*  રસુલપરા સ્કુલ કાંગશીયાળી રોડ

*  બાબરીયા કોલોની-૩/૬ ખૂણો

*  અમરદીપ ફાઉન્ડ્રી

*  ત્રણ માળીયા કવાર્ટર પાસે

*  થોરાળા ચક્કર પાસે

*  રૈયાધાર, પાણીના ટાંકાની સામે

*  પી.પી. જાડેજાની ઘરની બાજુમાં

*  વામ્બે આવાસ યોજના મેઇન રોડ

*  ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે

*  હોકર્સ ઝોન, સંત કબીર રોડ

*  ૮૦ ફુટ રોડ, ગોપાલનગર ઓપન પ્લોટ

*  બાપુનગર મેઇન રોડ, મુરલીધર ફર્નીચર સામે

*  ૭-શાસ્ત્રીનગર, વીર હનુમાન ચોક

*  એ.જી. ઓફિસ પાછળ, મહાકાળી રોડ

*  આડો પેડક રોડ, ભરવાડ સમાજની વાડી પાસે

*  સાગરનગર મેઇન રોડ, ખટારા સ્ટેન્ડ પાસે

*  દૂધ સાગર રોડ, પાવર હાઉસ પાસે

*  દૂધ સાગર રોડ, દૂધની ડેરી પાસે

*  થોરાળા પોલીસ ચોકી પાસે, ભાવનગર રોડ

*  ડો. મુછડીયા દવાખાના પાસે નવા થોરાળા મેઇન રોડ

*        ફાયર બ્રિગેડ પાસે, કોઠારીયા મેઇન રોડ

(3:18 pm IST)