Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

સોના- ચાંદીમાં તેજીનો માહોલ યથાવત : એસપીડીઆર ગોલ્ડની હોલ્ડિંગમાં વધારો

રાજકોટ તા:30 નબળા વૈશ્વિક સંકેતોના કારણે સોનામાં તેજી યથાવત્ રહેતા કૉમેક્સ પર ભાવ લગભગ 8 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા હતા જયારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતા લગભગ 5 વર્ષના ઉપરના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. તે સાથે જ એસપીડીઆર ગોલ્ડની હોલ્ડિંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી આવતા ભાવ લગભગ 16 ડૉલરની નજીક પહોંચતા દેખાયા હતા  સ્થાનિક બજારમાં લગભગ પા ટકાની તેજી જોવા મળી રહી છે.

(2:41 pm IST)