Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઇલેક્ટ્રિક વાહનોને મોટી રાહત: પાર્ટ્સ અને બેટરીની કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવાઈ

નવી દિલ્હી ;ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા સરકારે ઉત્પાદકોને મોટી રાહત આપી છે જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના પાર્ટ્સ અને બેટરીની કસ્ટમ ડ્યુટીમાં મોટો ઘટાડો કરાયો છે જેનાથી બેટરી સંચાલિત વાહનોને પ્રોત્સાહન મળશે

   સરકારે ઈવી પાર્ટ્સ અને બેટરી પૈક પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે હાલમાં તેના પર 15 થી 30 ટકા ડ્યુટી લાગે છે જે સરકારે ડ્યુટી ઘટાડીને 10 થી 14 ટકા કરી છે જેનાથી સ્થાનિક એસેમ્બલ બેટરીને પ્રોત્સાહન મળશે

  ઘટાડાયેલ કસ્ટમ ડ્યૂટીનો અમલ આજથી જ લાગુ પડશે

(2:35 pm IST)