Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

એલચીમાં લાલચોળ તેજી :મથકોએ ભાવ કિલોએ 1500ની ઊંચી સપાટીએ પહોંચ્યા

ચાલુ વર્ષે ઉત્પાદનમાં 40થી 50 ટકા ઘટયાનો અંદાજ

રાજકોટ તા;30 એલચીમાં લાલચોળ તેજી જોવા મળે છે મથકોએ એલચીના ભાવ કિલોએ 1500ની ઊંચી સપાટીએ પહોંચ્યા છે ચાલુ વર્ષે દેશમાં એલચીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયાના અંદાજે ભાવને ટેકો સાંપડી રહયો છે

એલચીના વેપારીના માનવા મુજબ દેશમાં ચાલુ વર્ષે એલચીના ઉત્પાદનમાં 40થી 50 ટકા ઓછો થયાનો અંદાજ છે જેને કારણે ભાવને સપોર્ટ મળે છે ભાવમાં છેલ્લા એક મહિનામાં 10 ટકાનો વધારો થયો છે

  ગત ઓગસ્ટમાં પૂરના કારણે એલચીના પાકને નુકશાન થયા બાદ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ કાતિલ ઠંડીને કારણે પાકને માઠીઅસર પહોંચી છે જેના પગલે એલચીના ભાવમાં ઉછાળો જોવાયો છે

(2:32 pm IST)